Site icon Gujarat Mirror

વડોદરામાં મધુ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથ-સાથ, ભાજપ માટે કપરા ચઢાણ

ગુજરાત છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનો ગઢ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માઈ ઉદય પછી ગુજરાતમાં ભાજપનો એક અભેદ્ય કિલ્લો બની ગયો છે, પરંતુ ગુજરાતના વડોદરામાં ’શ્રીવાસ્તવ બ્રધર્સ’ એક પક્ષે થવાથી રાજકારણ ગરમાયું છે. ઉત્તર પ્રદેશના હમીરપુર સાથે સંબંધ ધરાવતા શ્રીવાસ્તવ બ્રધર્સ (ચંદ્રકાંત અને મધુભાઈ) એ ગુજરાતના રાજકારણમાં લાંબા સમય સુધી પોતાનો દબદબો રાખ્યો છે.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી પાંચ વાર ધારાસભ્ય રહી ચુકેલા મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસનું સભ્યપદ લીધું નથી, પરંતુ બંને પુત્રીઓ કોંગ્રેસમાં સામેલ થવાને કારણે તેઓ પ્રથમ વખત નવી પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છે.

તેઓ કોંગ્રેસ માટે વોટ માંગી રહ્યા છે. તેમના પિતરાઈ અને મોટા ભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવ પહેલેથી જ કોંગ્રેસમાં છે. એવામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં બંને ભાઈઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે, તો બીજી તરફ ભાજપે ’ડેમેજ કંટ્રોલ’માં જોડાવું પડી રહ્યું છે. મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય હતા ત્યારે તેમના પુત્ર દીપક શ્રીવાસ્તવ વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર રહ્યા હતા, પરંતુ 2 થી વધુ બાળકોના નિયમે 2021માં તેમની ચૂંટણી લડવા પર રોક લગાવી દીધી. આ વખતની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવની પુત્રીઓ વોર્ડ નંબર 14 (દીપા) અને 15 (નીલમ) થી લડી રહી છે, તો બીજી તરફ ચંદ્રકાંત શ્રીવાસ્તવ 16 નંબરથી ફરી મેદાનમાં ઉતર્યા છે.

મધુ શ્રીવાસ્તવ હવે ભાજપમાં નથી, તેથી તેઓ પુત્રીઓની જીત માટે કોંગ્રેસની સાથે ઉભા છે. શ્રીવાસ્તવ બ્રધર્સના સાથે આવવાથી વડોદરામાં ચૂંટણી જંગ રોચક બની ગયો છે. ચર્ચા છે કે શ્રીવાસ્તવ બ્રધર્સ ભારે પડશે કે પછી ભાજપ ડેમેજ કંટ્રોલ કરી લેશે. તેનો નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના 28 એપ્રિલે જાહેર થનારા પરિણામોમાં થશે.

Exit mobile version