Site icon Gujarat Mirror

જાન્યુઆરીમાં કોલેજ ફ્રેન્ડ સાથે લવમેરેજ કર્યા, એપ્રિલમાં છૂટાછેડા થતાં ડિપ્રેશનમાં યુવતીનો આપઘાત

મોડે સુધી ઘરે નીચે જમવા ન આવતા માતા-પિતા ઉપર જોવા ગયા ત્યારે પુત્રી લટકતી હતી

હાલના આધુનિક જમાનામાં યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધારે જોબવા મળે છે. આવો જ ક્રેઝને કારણે ક્યારેક યુવક-યુવતિ વચ્ચે સોશિયલ મીડિયામાં જ માથાકુટ થાય છે. અને ગેર સમજણને કારણે વાત સબંધના ભંગાણ સુધી પહોંચે છે.

ત્યારે રાજકોટના બાાજી હોલ પાસે રામપાર્ક શેરી નં. 6 માં રહેતી યુવતિએ છુટાછેડાના કારણે ડીપ્રેશનમાં આવી પોતાના ઘરે ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને કારણે પરિવારમાં શોક છવાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, બાલાજી હોલ પાસે રામ પાર્ક શેરી નં. 6 માં રહેતા ફેનાબેન નરોતમભાઈ વાછાણી (ઉ.વ.24) નામની યુવતિએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા 108 ઈએમટીના રોશની બેન ચાવડાએ ફેનાબેનને જોઈ તપાસી મૃતજાહેર કર્યા હતાં. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકના સ્ટાફે પીએસઆઈ પારગીએ તપાસ શરૂ કરી હતી.

ફેનાબેન તેમના માતા-પિતાના એકને એક સંતાનનું પોલીસમાંથી જાણવા મળ્યું છે. તેમજ તેમણે જાન્યુઆરી-2025માં કોલેજમાં તેમની સાથે ભણતા યુવક સાથે લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ બન્ને વચ્ચે કોઈ અણબનાવ બનતા એપ્રિલ માસમાં છુટાછેડા થઈ ગયા હતા બાદમાં યુવતિ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેમજ તેમના માતા પણ બિમાર રહેતા હતા તેમના પિતા નમકીનની ટ્રેડીંગ કંપનીમાં કામ કરે છે. ગઈકાલે મોડે સુધી યુવતિ નીચે ન આવતા તેમના માતા-પિતા ઉપરના રૂમે જોવા ગયા ત્યારે પુત્રી ફેના લટકતી હાલતમાં જોવા મળી હતી. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકના સ્ટાફે આગળના કાગળો કરી કાર્યવાહી કરી હતી.

Exit mobile version