રાષ્ટ્રીય

‘કમળનું પ્રતીક 21મી સદીનું નવું ચક્રવ્યુહ છે…’ રાહુલ ગાંધીએ સંસદમાં ભાજપ પર નિશાન સાધ્યું, જુઓ LIVE

Published

on

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટ ચર્ચામાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધી ફરી એકવાર આક્રમક અંદાજમાં દેખાયા અને તેમણે સરકાર પર પ્રહારો કાર્ય હતા. રાહુલ ગાંધીએ મહાભારતનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું રાહુલ ગાંધીએ કહ્યું કે જેવું અભિમન્યુ સાથે કરાયું હતું એવું જ આજના સમયમાં ભારતના લોકો સાથે કરવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે મેં ચક્રવ્યુહ વિશે રિસર્ચ કર્યું ત્યારે મને ખબર પડી કે તેનું બીજું નામ પદ્મ વ્યુહ છે. તે કમળના આકારમાં છે. 21મી સદીમાં એક નવું ચક્રવ્યુ તૈયાર થયું છે, તે પણ કમળના પ્રતિકમાં અને પીએમ તેનું પ્રતીક પોતાની છાતી પર ધારણ કરે છે. ચક્રવ્યૂહમાં અભિમન્યુ સાથે જે થયું, તે જ ખેડૂતો અને માતા-બહેનો સાથે થઈ રહ્યું છે.

https://fb.watch/tD5OEIqJvD

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દ્રોણાચાર્ય, કર્ણ, કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વત્થામા અને શકુનીએ તેમને ઘેરીને મારી નાખ્યા હતા. આજે પણ ચક્રવ્યૂહમાં છ લોકો છે. છ લોકો કેન્દ્રનું નિયંત્રણ કરે છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજીત ડોભાલ, અંબાણી અને અદાણી.

રાહુલે કહ્યું, કોરોનાના સમયમાં તમે નાના બિઝનેસ ખતમ કરી દીધા. જેના કારણે બેરોજગારી છે. નાણામંત્રી અહીં બેઠા છે. હવે તમે યુવાનો માટે શું કર્યું? તમે ઇન્ટર્નશિપનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ આ કદાચ મજાક છે. તમે કહ્યું કે તે ભારતની 500 કંપનીઓમાં સામેલ છે. પહેલા તમે પગ તોડી નાખ્યો, હવે તમે તેના પર પાટો લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છો.

રાહુલે કહ્યું કે, પેપર લીક આજે યુવાનો માટે મોટો મુદ્દો છે. તમે જ્યાં જાઓ ત્યાં બેરોજગારી છે. એક તરફ પેપર લીકનો ચક્રવ્યૂહ છે અને બીજી બાજુ બેરોજગારીનો ચક્રવ્યૂહ છે. દસ વર્ષમાં 70 વખત પેપર લીક થયા છે. પ્રથમ વખત તમે અગ્નિવીરના ચક્રવ્યૂહમાં સેનાના જવાનોને ફસાવ્યા. આ બજેટમાં અગ્નિશામકોના પેન્શન માટે એક પણ રૂપિયો નથી.

રાહુલે MSPની લીગલ ગેરન્ટીનો મુદ્દો ઊઠાવ્યો

રાહુલ ગાંધીએ ખેડૂતોની વાત કરતાં સરકાર પર જમીન અધિગ્રહણ કાયદાને નબળો કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તમે ખેડૂતો માટે ત્રણ કાળા કાયદા લાવ્યા. ખેડૂત તમારાથી એમએસપીની લીગલ ગેરન્ટી માગી રહ્યા છે. તમે એમને બોર્ડર પર અટકાવી રાખ્યા છે. ખેડૂતો મને અહીં મળવા આવવા માગતા હતા. તમે એમને અહીં આવતા અટકાવી દીધા. તેમના પર સ્પીકર ઓમ બિરલાએ ટોકતા કહ્યું કે ગૃહમાં ખોટું ન બોલશો. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે હું ત્યાં ગયો ત્યારે તેમને આવવા દેવાયા.

સ્પીકરે કહ્યું કે તમે એમને મળ્યાં તેમાં ગૃહની એક મર્યાદાનું ઉલ્લંઘન થયું. ગૃહમાં સભ્ય ઉપરાંત કોઈ બાઈટ ન આપી શકે. તમારી હાજરીમાં તેમણે બાઈટ આપી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ મને ખબર નહોતી. અન્નદાતા જે ઇચ્છે એ છે એમએસપીની લીગલ ગેરન્ટી. આ એટલું મોટું કામ છે. સરકારે બજેટમાં તેના વિશે જાહેરાત કરી હોત તો ખેડૂતો ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી ગયા હોત. તમે જે કામ નથી કર્યું, અમે ખેડૂતોને કહી દેવા માગીએ છીએ કે અમે તે કરી બતાવીશું.

રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં હોબાળો

રાહુલ ગાંધીએ અદાણી અને અંબાણી વિશે ઘેરતાં કહ્યું કે આ જે બે લોકો છે તે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અને બિઝનેસને કન્ટ્રોલ કરે છે સર. તેમની પાસે એરપોર્ટ છે, ટેલીકોમ છે, હવે રેલવેમાં જઈ રહ્યા છે સર. તેમની પાસે ભારતના ધનની મોનોપોલી છે. જો તમે કહો કે તેમના વિશે ન બોલી શકીએ તો આ અમને સ્વીકાર્ય નથી. અમે તો બોલીશું. તેના પર ટ્રેજરી બેન્ચે હોબાળો મચાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version