રાજકોટ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર કમળ ખીલ્યું

મોવિયા બેઠકથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતમાં એન્ટ્રી, કોલકી બેઠક પર કોંગ્રેસે મારી બાજી રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પરનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે…

મોવિયા બેઠકથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતમાં એન્ટ્રી, કોલકી બેઠક પર કોંગ્રેસે મારી બાજી

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પરનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે 36 બેઠકોમાંથી ભાજપ એ 34 પર કબજો કર્યો છે જ્યારે બે બેઠકોમાંથી એક કોંગ્રેસ અને એક આમ આદમી પાર્ટી જીતી છે. એટલે કહી શકાય કે આમ આદમી પાર્ટી એ પ્રથમ વખત જિલ્લા પંચાયતમાં પોતાનું ખાતું ખોલ્યું. જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેશ ડાંગરને મોવિયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે હરાવ્યા હોવાનું પડ્યું છે જે જિલ્લા પંચાયત અને ખાસ તો ભાજપ માટે સૌથી મોટો અપસેટ કહેવાય છે. જ્યારે બીજી કોલકી બેઠક પર સંગીતાબેન સોલંકીની હાર થઈ છે અને કોંગ્રેસ બાજી મારી ગઈ છે.

ત્યારે કહી શકાય કે ડુમિયાણી, પાનેલી મોટી, મોટીમારડ, સુપેડી, દડવી, જામકંડોણા, બોરડી સમઢીયાળા, પેઢલા, થાણાગાલોળ, વિરપુર, ચરખડી, દેરડી, કોલીથડ, શિવરાજગઢ, કોટડા સાંગાણી, વેરાવળ, લોધીકા, પારડી, આણંદપર, બેડી, બેડલા, કસ્તુરબાધામ, કુવાડવા, સરધાર, પડધરી, સરપદડ, આટકોટ, ભાડલા, કમળાપુર, સાણથલી, શિવરાજપુર, ભડલી, પીપરડી અને વિછીયા જિલ્લા પંચાયતમાં ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે.

હાલ ભાજપ રાજુ ડાંગરની હાર પચાવી શકી નથી તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસીને આવ્યું છે કારણ કે પૂર્વ ઉપપ્રમુખ મોવિયા બેઠક પર સારું ધરાવતા હતા પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારે તેઓને મહાત આપતા રાજકારણાયું છે. જામકંડોરણા બેઠક પર ભાજપના પુષ્પાબેન રાદડિયા 9100 મતથી જીતા હોવાનું પણ માલુમ પડ્યું છે.

આ વખતે જિલ્લા પંચાયતના પૂર્વ સત્તાધીશો દ્વારા ન કરેલા કામો ના વિરોધમાં એ વાતનો જુવાળ જોવા મળ્યો હતો કે કોંગ્રેસ ઘણી વધુ બેઠક અંકે કરી લેશે પરંતુ તેવું કાંઈ ન થયું ઊલટું ગ્રામ્ય મતદારોએ ભાજપને વિજય બનાવી વિકાસની રાજનીતિના મુદ્દે મતદાન કરી હોવાનું પણ રાજકીય તજજ્ઞ કરી રહ્યા છે.

લોધિકાની ચીભડા-ચાંદલી અને આટકોટ તાલુકા પંચાયતની બેઠકો ‘આપ’ના ફાળે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી શરૂૂ થઈ ચૂકી છે અને રિઝલ્ટ પણ તુર્તમાં જાહેર થઈ થઈ જશે તેવી પણ ધારણા છે. ત્યારે મહાનગરપાલિકા મા ભાજપ એ જીત અંકે કરી છે પરંતુ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો અહીં ભાજપ માટે જીતવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે ત્યારે લોધિકા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો અહીંની ચીભડા અને ચાંદલી બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી દીધી છે. મળતી માહિતી મુજબ લોધીકા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી એ ખાતું ખોલાવ્યું છે. ભાજપનો ગઢ ગણાતી ચાંદલીની બેઠકમાં આમ આદમી પાર્ટીના રમાબેન બગડા 6 મતે વિજય થયા જ્યારે બીજી સીટ ચીભડાની વાત કરવામાં આવે તો અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર 574 મતે વિજય થયા છે. આટકોટ તાલુકા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીના મંજુલાબેન વાસાણી 7 મતે જીતી ગયા છે. રાજકોટ તાલુકામાં આણંદપર 1 અને 2માં જીત અંગે કરી છે તો બામણબોર તાલુકા પંચાયત પણ ભાજપના ફાળે આવી છે. જામકંડોરણા તાલુકાની બરડીયા બેઠક ઉપર પણ ભાજપનો 586 મતથી વિજય થયો છે. ટીંબડી તાલુકા પંચાયતની બેઠકમાં ભાજપનો 825 મતે વિજય થયો છે. બોરડી સમઢીયાળા તાલુકા પંચાયતમાં ભાજપની જીત તો મોટા ભાદરા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો. ચાંપરાજપુર તાલુકા પંચાયતમાં પણ ભાજપે જીત મેળવી છે. રાજકોટ તાલુકાની બેડી બેઠક ઉપર પણ ભાજપનો 1875 મતે વિજય થયો છે.

પાંચમી વખત અર્જુન ખાટરિયા ચૂંટાયા

ચાર વખત કોંગ્રેસ પક્ષથી ચૂંટાયેલા અર્જુનભાઈ ભાજપમાં જોડાયા ત્યારબાદ ટિકિટ વહેચણીના અંતિમ સમયે તેઓને કોટડા સાંગાણી બેઠક પરથી ઉમેદવારી કરવાનો મેન્ડેડ પાર્ટીએ આપ્યું હતું અને પરિણામ સ્વરૂૂપે તેવો 4965 મતથી જીતી ને રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને હવે તેઓ સતત પાંચ વખત જિલ્લા પંચાયતની ચૂંટણી જીતનાર ઉમેદવાર પણ બન્યા છે.