ગુજરાત
રેશનકાર્ડ કેવાયસી માટે પુરવઠા કચેરીઓમાં લાંબી લાઇનો
એપ્લિકેશન મારફત ઇ-કેવાયસીમાં અભણ અને મહિલાઓ ગોટે ચડતા કચેરીઓમાં ધસારો
37 લાખમાંથી માત્ર પાંચ લાખ લોકોએ કેવાયસી કરાવતા મુદત 31 ડિસેમ્બર સુધી લંબાવાઇ
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકોએ ઇ – કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તે રેશનકાર્ડ ધારકોને બે વસ્તુ મળતી બંધ થઈ જશે નિયમ અનુસાર જો રેશનકાર્ડ ધારકો ઇ-કેવાયસી છે. 31 ડિસેમ્બર પહેલા પૂર્ણ નહીં કરે તો તેમને ચોખા અને ખાંડ મળવાનું બંધ થઈ જશે. અત્યારે રાજકોટના 37 લાખ રેશનકાર્ડ મેમ્બર માંથી માત્ર પાંચ લાખ જેટલા જ લોકોએ ઇ- કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા આવી છે.
તો બીજી બાજુ રેશનકાર્ડનું ધારકો ઇ-કેવાયસી કરાવવા માટે રાજકોટની જૂની કલેકટર કચેરી અને અન્ય વિવિધ પુરવઠા કચેરી ખાતે લોકોની વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં ઇ-કેવાયસી માટે જોવા મળી રહી છે. ઓનલાઇન સર્વર પણ ડાઉન હોવાના કારણે ઘરે બેઠા પણ લોકો ઇ-કેવાયસી નથી કરી શકતા જેમના કારણે કેટલાય લોકો કચેરી ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે.પરંતુ કચેરી ખાતે પણ સર્વર ડાઉન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એને લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
બીજી બાજુ લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી કચેરી ખાતે ધકાખાવા પડી રહ્યા છે. લોકોમાં પણ માંગ ઉઠી છે કે ઇ-કેવાયસી માટે વધારાના ટેબલો ફાળવવામાં આવે જેમના કારણે ટ્રાફિક પણ ઓછી થાય અને લોકોને પણ સરળતા પડે પુરવઠા વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટ શહેર અને જિલ્લામાં 10 લાખ રેશનકાર્ડ ધારકો છે જેમના સભ્ય 37 લાખથી પણ વધુ થાય છે.
જેમાં હાલ પાંચ લાખ જેટલા લોકોના ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલ રાજ્ય સરકારમાંથી સૌથી પહેલા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાટેની ઇ- કેવાયસીની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં ઇ- કેવાયસી માટે લોકો જાગૃત બને તેના માટે પુરવઠા વિભાગ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અને અન્ય માધ્યમથી પણ કરવામાં આવશે