વાસ્તવમાં તાજેતરના વરસાદના ડેટા અનુસાર, પુણે જિલ્લાના લોકપ્રિય હિલ સ્ટેશન લોનાવાલામાં સોમવરે સવાર સુધીમાં માત્ર 24 કલાકના ગાળામાં સૌથી વધુ 670 મીમી વરસાદ નોંધાયો. રેલવેના જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ રવિવારે પણ ઘાટ વિભાગમાં 300 મીમી વરસાદ પડયો હતો. જેના કારણે અનેક ઠેકાણે ભુસ્ખલન થયું હતું. તથા રેલવે ટ્રેકને પણ નુકશાન થયું હતું. અન્ય વિસ્તારોમાં જ્યાં ભારે વરસાદ પડ્યો તેમાં ભીરા (609 મીમી), તામ્હિની (580 મીમી), શિરગાંવ (540 મીમી), અંબોન (537 મીમી), ખોપોલી (516 મીમી) અને લોનાવાલા શહેર (495 મીમી)નો સમાવેશ થાય છે. દાવડીમાં 474 મીમી, ડોંગેરવાડીમાં 451 મીમી અને વાલવાનમાં 442 મીમી વરસાદ પડ્યો.
રવિવાર સવારથી પુણે શહેર, પિંપરી-ચિંચવડ અને જિલ્લાના પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે, જેમાં લોનાવાલામાં 900 મીમી વરસાદ નોંધાયો છે. જે 16 વર્ષમાં સૌથી વધુ છે. અભૂતપૂર્વ વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે, રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અધિકારીઓને ઘણા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
વરસાદના ડેટા અનુસાર, લોનાવાલામાં સૌથી વધુ 900 મીમી, ત્યારબાદ પિંપરી-ચિંચવડમાં 326 મીમી અને પુણે શહેરમાં 233.6 મીમી વરસાદ પડ્યો છે. ભારતીય હવામાન વિભાગના આંકડા દર્શાવે છે કે આ જુલાઈમાં પુણેમાં નોંધાયેલો વરસાદ શહેરના ઇતિહાસમાં ચોથો સૌથી વધુ વરસાદ છે. ભારે વરસાદ સાથે સંકળાયેલા સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને લોનાવાલામાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં 13નાં મોત થયો છે.
