લોઢવાના સેવાભાવી અને આશાસ્પદ યુવાન શિક્ષકનું હાર્ટએટેકથી મોત

લોઢવાના આહીર સમાજના આગેવાન અને નિવૃત્ત સેલટેક્ષ અધિકારી સામતભાઇ ભોળાના પુત્ર અને સોનારીયા પ્રા.શાળાના આચાર્ય રાજુભાઇ ભોળાનુ ગયેલ કાલે હાટર્ર્ એટેક આવતા અવસાન થયુ છે.…

લોઢવાના આહીર સમાજના આગેવાન અને નિવૃત્ત સેલટેક્ષ અધિકારી સામતભાઇ ભોળાના પુત્ર અને સોનારીયા પ્રા.શાળાના આચાર્ય રાજુભાઇ ભોળાનુ ગયેલ કાલે હાટર્ર્ એટેક આવતા અવસાન થયુ છે. સ્વ.રાજુભાઇ સામાજીક કાર્યો તથા માનવ સેવા અને શિક્ષણ પ્રત્યે સતત કાર્યશિલ રહેતા હતા. કોરોના કાળમાં સતત હોસ્પિટલે રહીને દર્દીઓની સેવા માટે હાજર રહેતા અને પોતાના ખર્ચે ગરીબ માણસોને દવા પણ લઇ દેતા હતા. તેમજ સામાજિક કાર્યોમાં અગ્રેસર રહીને સેવાકીય પ્રવતિ કરતા હતા.

સોનારીયા પ્રા.શાળાના આચાર્ય તરીકે હાલમાં સેવા આપતા હતા. સદાય હસમુખો સ્વભાવથી દરેક લોકો સાથે હળતા ભળતા હતા. સ્વ.રાજુભાઇ ભોળા ગઇકાલે રવિવારની રજાના દિવસે પાણીદ્રા પાસે આવેલ એર રિસોર્ટમાં ગયા હતા. પરંતુ સાંજના ચાર વાગ્યાની આજુબાજુના સમયમાં તેમને એટેક આવતા જેમનુ અવસાન થયુ હતુ. આજે સવારે તેમના વતન લોઢવા મુકામેથી સ્મશાન યાત્રા નિકળેલ તેમા તમામ ક્ષેત્રોના આગેવાનો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ અવસાનના સમાચાર સાંભળતા લોઢવા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. સદ્ગતનું બેસણુ તા.18/6/26ને ગુરુવારે લોઢવા મુકામે રાખેલ છે.