ગીર ગઢડાના સમરસ પાંડેરી ગામની શાળામાં 80 વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કાર

  આચાર્યની કામગીરી અને નબળા શિક્ષણ સામે વાલીઓનો ઉગ્ર રોષ બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલીએ, ગ્રામજનોની ચીમકી ગીર ગઢડા તાલુકાના સમરસ…

 

આચાર્યની કામગીરી અને નબળા શિક્ષણ સામે વાલીઓનો ઉગ્ર રોષ

બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલીએ, ગ્રામજનોની ચીમકી

ગીર ગઢડા તાલુકાના સમરસ પાંડેરી ગામની પ્રાથમિક શાળામાં 80 વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો છે.આચાર્યની મનમાની,નબળી કામગીરી અને અભ્યાસનું સ્તર દિન-પ્રતિદિન નીચું જતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો શાળા બહાર એકઠા થયા હતા.વાલીઓએ સામૂહિક એલ.સી. કઢાવી લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

પાંડેરી ગામની વસ્તી 1200 છે અને આ ગામમાં ક્યારેય પણ ગ્રામપંચાયતની ચૂંટણી થઈ નથી. સમરસ પાંડેરી પ્રાથમિક શાળામાં વર્ષ 2025/26માં 109 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, પરંતુ આચાર્ય વિદ્યાર્થીઓ પર ધ્યાન આપતા ન હોવાથી ચાલુ વર્ષે સંખ્યા ઘટીને 82 થઈ ગઈ છે.

ગ્રામજનોનો આક્ષેપ છે કે આચાર્ય વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા નથી તેમજ જખઈની મીટિંગ પણ બોલાવતા નથી.છેલ્લા 5 વર્ષથી ગ્રામજનો અનેઆચાર્ય વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.આ બાબતે ગીરગઢડા તાલુકા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત પણ કરાઈ હતી.

તાલુકા શિક્ષણાધિકારી દ્વારા સોમવાર સુધી શાળાના આચાર્યની બદલી થઈ જશે તેવીહૈયાધારણા આપવા માંઆવી હતી. પરંતુ બદલી ન થતાં શાળામાં અભ્યાસ કરતા 80 વિદ્યાર્થીઓએ અભ્યાસનોબહિષ્કાર કર્યો હતો. એક પણ વિદ્યાર્થી શાળાએ ગયો નહીં અને શાળા માં માત્ર શિક્ષકોની હાજરી હતી.

સમસ્ત ગ્રામજનો શાળાની બહાર એકઠા થયા હતા અને એકસૂરે આચાર્યની બદલીની માંગ કરી હતી. ગ્રામજનો તેમજ વાલીઓએ નક્કી કર્યું કે જ્યાં સુધી આચાર્યની બદલી નહીં થાયત્યાં સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે મોકલશે નહીં.શાળા પ્રવેશોત્સવનો પણ બહિષ્કાર કરવામાં આવશે.તેમ છતાં જો કોઈરાજકીય દબાણ કે અન્ય કોઈનું દબાણ આવશે તો વાલીઓ પોતાના બાળકોનું સામૂહિક એલ.સી. કઢાવી લેશે.

આચાર્યનો બચાવ, પછી કબૂલાત
આચાર્યએ શરૂૂઆતમાં બચાવ કરતા જણાવ્યું કેવાલી ઓને વિરોધ છે માટે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે મોકલ્યા નથી. હું મારી ફરજ યોગ્ય રીતે બજાવું છું. પરંતુ વાલીઓ આચાર્યની એક પણ વાતમાં સહમત થયા નહીં અને મીડિયાના સવાલ સામે પણ આચાર્ય સંતોષકારક જવાબ આપી શક્યા નહીં.આચાર્યે કબૂલ્યું કે એસ.એમ.સી. સમિતિ તો બનાવી પણ ક્યારેય મીટીંગ બોલાવી નહીં કે મીટીંગનો એજન્ડા કાઢ્યોનહીં ગ્રામજનોનો રોષ પારખી આખરે આચાર્યએ પણ કબૂલ્યું કે મારી બદલી કરી આપો,મને વાંધો નથી. હાલની સ્થિતિ વાલીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છતાં પણ કોઈ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર ડોકાયા નથી.આચાર્ય યોગ્ય ફરજ ન બજાવતા હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે એવો વાલીઓનો આક્ષેપ છે.