વોર્ડ ઓફિસમાંથી યોગ્ય જવાબ નહીં મળતો હોવાની મ્યુનિ.કમિશનરને એસો.ની ફરિયાદ
ચોમાસામાં રોડ રસ્તા અને ગટર ઉભરાવવાની સમસ્યાથી કોઠારીયા ઇન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા મનપામાં ફરીયાદ કરવામાં આવી છે અને અનેકવખત રજુઆત કરવા છતા પણ વોર્ડ ઓફિસમાંથી કામ નહી થતા હોવાની રાવ કરી છે. ઉભરાતી ગટર અને રોડ રસ્તાના કારણે શ્રમિકો, વિસ્તારવાસી અને ઉદ્યોગકારોને ભારે હાલાકી વેઠવી પડતી હોય તાકીદે યોગ્ય કરવા માંગ કરી છે.
ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પા સમયથી ભૂગર્ભ કનેકશનની ગટર ઉભરાય છે અને ઢાંકણા તૂટી ગયા છે ઘણી વખત ફરિયાદ કરી છે છતાં કોઈ ધ્યાન આપતું નથી. વોર્ડ નંબર 18 માં વરૂૂણ ઇન્ડસ્ટ્રીઝ એરીય સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ એરીયા જ્યાં હમણાં મેટલિંગ કામ થયેલું છે ત્યાં ઢાકણા પણ તુટેલા છે અને ગટર સતત ઉભરાય છે તેથી રોગચાળો ફેલાય છે. આ બાબત ઉપર એક્શન લો જેથી કરીને કોઈનું એક્સિડન્ટ ના યાર અને કોઈની જાનહાનિ ના થાય અને કોઈના સ્વાસ્થ્ય થઈને નુકસાન ન થાય.
વોર્ડના ઇન્ચાર્જ અધિકારીને ફરિયાદ કરીએ છીએ ત્યારે એમ કહે છે અમારી પાસે સ્ટાફ નથી પછી જ્યારે સ્ટાક આવે છે ત્યારે તે સ્ટાફ જોઈને એમ કે છે કે આ કામ અમારામાં ના આવે.
અમે સ્થાનિક કોપરેટરોને પણ ફરિયાદ કરેલી છે પણ કોઈ પણ કોઈ એક સારો અને વ્યવસ્થિત રિસ્પોન્સ આપતું નથી. તેવી ફરીયાદ કોઠારીયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા યુનિવર્સિટી કમિશનરને કરવામાં આવી છે.

