સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પ્રથમ 2 કલાકમાં સરેરાશ 9 મતદાન, અનેક જગ્યાએ EVM મશીન બગડયા

  આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ…

 

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે. આજે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને બે કલાક પૂર્ણ થયાં છે. અને સરેરાશ 9 ટકા મતદાન થયું છે.

સમગ્ર રાજ્યમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો તરફ આગળ વધી રહ્યા છે. ગરમીને ધ્યાનમાં રાખીને સવારથી જ મતદાતાઓ મત્ત આપવા માટે પહોંચ્યા છે. રાજ્યની 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે.

ભરૂચમાં ચાલુ મતદાને લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી છે. તો જામનગરમાં EVM ખોટકાતા 1 કલાક મોડું મતદાન શરૂ થયું હતું.

સુરેન્દ્રનગરમાં 100 વર્ષના દાદી મતદાન કરવા પહોંચ્યા તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે કન્યા શાળામાં વરરાજાએ પહેલાં મતદાન કરી પોતાની ફરજ બજાવી ત્યારબાદ જાન પ્રસ્થાન કરી. મતદારોના ઉત્સાહ વચ્ચે અનેક જગ્યાએ EVM ખોટકાવાની ફરિયાદો પણ મળી છે.