Site icon Gujarat Mirror

LIVE: PM મોદીએ સોમનાથ મહાદેવના લીધા આશીર્વાદ, વિશેષ પૂજા કરી

 

 

વડાપ્રધાન નરેન્દ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થયાં છે. PM મોદીની 108 અશ્વ સાથેની શોર્યયાત્રા પૂર્ણ થઈ છે. સોમનાથમાં મોદીએ ભોળાનાથની પૂજા શરૂ કરી છે. આ સમગ્ર માહોલ ભક્તિમય જોવા મળ્યો છે.

https://www.facebook.com/share/v/19t7f19Krn/
આ ઐતિહાસિક સ્વાભિમાન યાત્રામાં 108 અશ્વસવાર અને 1000 જેટલા સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. શૌર્ય અને સ્વાભિમાનના પ્રતિક સમી આ યાત્રા પૂર્ણ થયા બાદ, વડાપ્રધાન સદ્ભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચશે, જ્યાં અંદાજે 1 લાખથી વધુની જનમેદનીને સંબોધિત કરી રાષ્ટ્રના સ્વાભિમાનનો લલકાર કરશે.

ત્યારબાદ પીએમ મોદી 12:45 કલાકે સોમનાથથી રાજકોટ જવા રવાના થશે. જ્યા મારવાડી યુનિવર્સીટી સૌરાષ્ટ્ર-કચ્છ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ અમદાવાદ રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી બાયરોડ ગાંધીનગર જશે. જ્યા સાંજે 5:15 વાગ્યે મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને રાજભવનમાં રાત્રિરોકાણ કરશે.

Exit mobile version