ગુજરાત

વિભાપરમાં જીવના જોખમે લાઇસન્સ વિના ધમધમતું ફટાકડા બજાર

Published

on


જામનગર શહેરમાં દિવાળી પર્વ નજીક આવતાં ફટાકડાનું વેચાણ શરૂૂ થયું છે. પરંતુ આ વેચાણ કાયદેસર છે કે નહીં તે સવાલ ઉઠી રહ્યો છે. મળતી માહિતી મુજબ, એક સપ્તાહથી શહેરમાં અનેક સ્થળોએ લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ ધૂમ મચાવી રહ્યું છે. આ બાબતને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


શહેરમાં ફટાકડા વેચાણ માટે લાયસન્સ લેવું ફરજિયાત છે. પરંતુ હાલની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે આ લાયસન્સ માત્ર એક ઔપચારિકતા બની રહ્યું છે. એક તરફ તંત્ર દ્વારા શહેરના અમુક વિસ્તારમા પરચૂરણ સ્ટોલ બંધ કરાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ શહેરમાં મોટા પાયે ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. આ બાબત પ્રશ્નાર્થ બનાવે છે કે તંત્ર આટલી મોટી ફટાકડાબજારોની લાજ શા માટે કાઢતાં હોય છે?


લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ એ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ તે કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો પણ છે. અનિયંત્રિત ફટાકડાના વેચાણથી આગ લાગવાની ઘટનાઓ બની શકે છે અને પર્યાવરણને પણ નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત, બાળકો અને વૃદ્ધો માટે ફટાકડા એક મોટો ખતરો પણ બની શકે છે.જામનગર શહેર નજીક વિભાપરમાં ગૌસેવા અને સરસ્વતી શિક્ષણના લાભાર્થે યોજાતી સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ફટાકડાબજાર પણ આ જ દાખલો પુરવામાં આવી રહ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે, આ વેચાણ મોટાભાગે લાયસન્સ વિના જ થઈ રહ્યું છે.


સુરત તક્ષશિલા અને રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જેવી દુર્ઘટનાઓએ આપણને ફાયર સેફ્ટી અને લાયસન્સની અગત્યતા સમજાવી દીધી છે. છતાં, આપણે પાઠ શીખવતા નથી. વિભાપરમાં આયોજિત ફટાકડાબજારમાં રૂૂ. 4-5 કરોડના ફટાકડાનો જથ્થો વેચાણ માટે મૂકવામાં આવ્યો છે. જોકે, આ બજારમાં લાયસન્સ ન હોવાથી કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં.


ગ્રામ્ય જઉખ કચેરીના અધિકારી રજા પર હોવાથી આ બાબતે સ્પષ્ટતા મળી શકી નથી. શહેર જઉખ અમદાવાદ હોવાનું જણાવે છે, જ્યારે શહેર મામલતદાર કહે છે કે તેમની પાસેથી આવી કોઈ મોટી ફટાકડાબજારે પરવાનો લીધો નથી. આ સમગ્ર મામલે એક પ્રશ્ન ઉભો થાય છે કે, જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? સરકારી તંત્રોની આવી બેદરકારીથી લોકોના જીવન જોખમમાં મુકાઈ રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓએ આવી બાબતોની ગંભીરતાથી નોંધ લઈને કાર્યવાહી કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version