સરકાર અને કાયદા વિભાગનાં નિર્ણયને આવકારતું ભાજપ લીગલ સેલ
રાજયના કાયદા વિભાગ દ્વારા 1500થી વધુ નોટરીઓને નિમણૂંક આપવા અંગેનું પ્રોવીઝનલ લીસ્ટ આજે જાહેર કરવામાં આવ્યું હતું. રાજયમાં 2660થી વધુ નોટરીઓની જગ્યા માટે અપાયેલી જાહેરાત અનુસંધાનમાં 1518 નોટરીઓ પસંદગી પામ્યા છે. હવે આગામી દિવસોમાં સરકાર દ્વારા પસંદગી પામેલા આ 1518 જેટલા નોટરીઓને સત્તાવાર નિમણૂંક-પ્રમાણપત્ર આપવામાં આવશે.
રાજકોટ શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના આશરે 1518 જેટલા એડવોકેટ મિત્રોને નોટરી મેજિસ્ટ્રેટ તરીકે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગઈ કાલે નિમણૂક આપવામાં આવેલ છે રાજકોટ શહેરના આશરે 40 એડવોકેટ ભાઈઓ- બહેનોને ગુજરાત સરકાર દ્વારા નોટરી મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક આપવામાં આવેલ છે જે બદલ પ્રદેશ ભાજપ લીગલ સેલના સંયોજક જે જે પટેલ, સહ સંયોજક અનિલભાઈ દેસાઈ તેમજ રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ પ્રદેશ કારોબારી સભ્ય કિશોરભાઈ સખીયા સહ સંયોજક કમલેશભાઈ ડોડીયા દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ સી.આર પટેલ, કાયદા મંત્રી ઋષિકેશભાઇ પટેલ ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ રાજકોટના સાંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂૂપાલા રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ અને આપણા યુવા એડવોકેટ માધવભાઈ દવે સર્વે મહામંત્રી વિરેન્દ્રસિંહજી ઝાલા અશ્વિનભાઈ મોલિયા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ સહિત ગુજરાત રાજ્ય સરકાર તેમજ પ્રદેશ સંગઠન તેમજ રાજકોટ શહેર સંગઠનનો રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા તમામ નવનિયુક્ત નિમણૂક પામેલ નોટરી મેજિક સ્ટેટ વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ છે.

