ક્રાઇમ
રાજકોટના બૂટલેગરે દમણથી મગાવેલ રૂા.77 લાખનો દારૂ ઝડપાયો
સુરત પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનો દરોડો, રૂા.1.27 કરોડનો મુદામાલ કબજે
ઉત્તરપ્રદેશના ચાલકની ધરપકડ ,રાજકોટના બુટલેગર સહિત 6 શખ્સો વોન્ટેડ જાહેર
સુરત નેશનલ હાઇવે ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી દમણથી બે ટ્રેઈલરમાં ભરેલા અને રાજકોટ લઇ જવાતો રૂૂ. રૂૂ.77 લાખના વિદેશી દારૂૂના જથ્થા સાથે એક ચાલકની ધરપકડ કરી હતી.જયારે અન્ય ટ્રેઈલરનો ચાલક ભાગી ગયો હતો. પોલીસે દારૂૂ ભરેલા બંને ટ્રેઇલર રાજકોટ મોકલનાર સપ્લાયર અને રાજકોટના બુટલેગર સહિત 6 શખ્સોને વોન્ટેડ જાહેર કરી કુલ રૂૂ.1.27 કરોડનો મુદામાલ કબજે કર્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી. કામળીયાની સુચનાથી પીઆઈ સી.એચ. પનારાને મળેલી બાતમી આધારે સુરત નેશનલ હાઇવે નં.48 ઉપર ઉભેળ ગામની સીમમાં મહાદેવ હોટલ પાસે નાકાબંધી કરી બે ટ્રેઇલર જીજે-19-વાય-2348 અને જીજે-19-વાય-7993 ને અટકાવ્યા હતા, જેમાં એક ટ્રેઈલરનો ચાલક એસએમસીની ટીમને જોઈ ભાગી ગયો હતો.
જ્યારે એક ટ્રેઈલરના ચાલક ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના જગદીશપુરના વિવેક સ્યામસુંદર યાદવને પકડી લીધો હતો. પોલીસે બંને ટ્રેઇલરની તલાસી લેતાં વિદેશી દારૂૂની રૂૂ.77 લાખની કીમતની 32,919 બોટલ દારૂૂ સહીત રૂૂ.1.27 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એસએમસીની ટીમે વિવેક યાદવની પુછપરછ કરતાં ભાગી ગયેલા ટ્રેઈલર ચાલક અનિલ યાદવ તથા પોતાના મિત્ર રવિન્દ્ર રાજપુત સાથે બંને ટ્રેઈલરમાં વિદેશી દારૂૂ ભરીને રાજકોટ જતા હોવાનું અને વિદેશી દારૂૂ ભરેલા ટ્રેઇલર મનેક પટેલે અજાણ્યા શખ્સને આપવા માટે મોકલ્યો હોવાની કબુલાત કરતાં પોલીસે ટ્રેઇલરના ચાલક અનિલ યાદવ, વિદેશી દારૂૂ સપ્લાયર મનેક પટેલ, વિવેક યાદવના મિત્ર રવિન્દ્ર રાજપુત, રાજકોટ ખાતે વિદેશી દારૂૂ મંગાવનાર બુટલેગર અને બંને ટ્રેઈલરના માલિકને વોન્ટેડ જાહેર કરી કુલ રૂૂ.1,27,08,799નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દમણથી દારૂૂ ભરેલ ટ્રેઇલરની રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ડીલેવરી આપવાની હોવાનું ખુલ્યું છે.