આંબેડકરનગરમાં બુટલેગરના ઘરમાં છૂપાવેલ રૂા.7.83 લાખનો દારૂ ઝડપાયો

શહેરના 80 ફૂટ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બુટલેગરના ઘરે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી રૂૂ.7.83 લાખના વિદેશી દારૂૂના મોટા જથ્થા સાથે તેને ઝડપી લીધો છે,…

શહેરના 80 ફૂટ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બુટલેગરના ઘરે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી રૂૂ.7.83 લાખના વિદેશી દારૂૂના મોટા જથ્થા સાથે તેને ઝડપી લીધો છે, જ્યારે મકાનમાલિક સહિત ત્રણ સાગરીતો ફરાર થઈ જતાં પોલીસ શોધખોળ ચલાવી રહી છે.

મળતી વિગતો મુજબ, ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી. ડોડિયા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમીયાન હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ કોટીલા, ધારાભાઈ વાનરીયા અને રાજેશભાઈ જળુને મળેલ સંયુક્ત ચોક્કસ બાતમીના આધારે, પોલીસે 80 ફૂટ રોડ પર આંબેડકરનગર શેરી નં.13 માં આવેલા હિતેશ કનાભાઈ ગોહેલના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ રૂૂ.7.83 લાખની વિદેશી દારૂૂની કુલ 2,832 મળી આવી હતી. આ દારૂૂમાં રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે સ્થળ પરથી સાહીલ બળવંતભાઈ વોરા (ઉ.વ.23, રહે. આંબેડકરનગર મેઈન રોડ)ની ધરપકડ કરી છે. જ્યારે મકાનમાલિક હિતેશ કનાભાઈ ગોહેલ, દીપક ઉર્ફે ધોનો વિનોદભાઈ ચૌહાણ અને અજય ભુપતભાઈ રાઠોડ (ત્રણેય રહે. આંબેડકરનગર) નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા અને ફરાર આરોપીઓ સામે ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ, ફરાર આરોપી દીપક ઉર્ફે ધોનો વિનોદભાઈ ચૌહાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

અગાઉ પણ અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન સહિતના નોંધાયેલા છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયાની સૂચના અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઈ વી.ડી. ડોડિયા તથા તેમની ટીમના એ.એસ.આઈ. અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, રાહુલભાઈ ગોહેલ, રણજીતસિંહ જાડેજા, રાજેશભાઈ પટેલ દ્રારા કામગીરી કરવામાં આવેલ છે.