Site icon Gujarat Mirror

જામનગર જિલ્લામાંથી ઝડપાયેલ 41 લાખના દારૂનો નાશ

જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ઉપરાંત પંચકોશી એ. ડિવિઝન અને પંચકોસી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલા કુલ 41 લાખની કિંમતના ઇંગ્લીશ દારૂૂના વિશાળ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, અને તેના ઉપર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવાયું હતું.

જામનગર ગ્રામ્ય વિસ્તારના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કુલ 14,657 નંગ ઇંગ્લિશ દારૂૂ અને બિયરની બાટલી નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી 2292 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી જ્યારે પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી 548 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી મળી કુલ 17,497 નંગ દારૂૂ બિયર ની બાટલીના જથ્થાનો નાશ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી ખરાબાની જગ્યામાં કુલ 41,83,527 રૂૂપિયાની કિંમતનો ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો કે જેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ વેળાએ જામનગર ગ્રામ્ય વિસ્તારના એસડીએમ, તેમજ મામલતદાર ની ટીમ, નશાબંધી શાખા ના અધિકારી, અને કાલાવડ ગ્રામ્ય ઉપરાંત પંચકોષી એ. ડિવિઝન અને બી. ડિવિઝન નો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

Exit mobile version