રાજકોટ નજીક 25.96 લાખનો દારૂ ઝડપાયો

હરિયાણાથી 2364 બોટલ દારૂ ભરીને આવેલા ચાલકની ધરપકડ, પૂછપરછમાં સપ્લાયરનું નામ ખુલ્યું: દારૂ સહિત રૂપિયા 41 લાખનો મુદામાલ કબજે શહેરમાં દારૂૂ અને જુગાર જેવી ગેરકાયદેસર…

હરિયાણાથી 2364 બોટલ દારૂ ભરીને આવેલા ચાલકની ધરપકડ, પૂછપરછમાં સપ્લાયરનું નામ ખુલ્યું: દારૂ સહિત રૂપિયા 41 લાખનો મુદામાલ કબજે

શહેરમાં દારૂૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા રોડ પાસે વોચ ગોઠવી, ક્રિષ્ના વોટર પાર્ક સામેથી એક ટાટા કંપનીના ટ્રકને અટકાવી તેમાંથી રૂૂ.26.96 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂૂ સહીત રૂૂ.41 લાખનો મુદ્દમાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી પુછપરછ કરતા હરિયાણાના સપ્લાયર નું નામ ખુલ્યું છે.

મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમને મળેલી બાતમીને આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા રોડ પાસે વોચ ગોઠવી, ક્રિષ્ના વોટર પાર્ક સામેથી ટ્રક નંબર એચ.આર 47 એફ. 9925ને અટકાવી તલાશી લેતા તેમાંથી 2,364 બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો.આ દરોડા દરમિયાન ટ્રકના ચાલક હરિયાણાના સંજીવ કુમાર ઉર્ફે સોનુ અજીતસિંહ યાદવને પકડી પાડ્યો છે. 25,96,800ના વિદેશી દારૂૂ ઉપરાંત ક્રાઈમ બ્રાંચે રૂૂ. 15 લાખની કિંમતનો ટ્રક અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 41,06,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ સંજીવકુમારની પુછપરછ અને તપાસમાં જાણવા મળ્યું છે કે, આ દારૂૂનો જથ્થો હરિયાણાના ગુડગાંવ જિલ્લાના પટૌદી તાલુકાના લક્ષ્ય રણવીરસિંગ નામના શખ્સે મોકલ્યો હતો.

હાલમાં આ મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ બી.બી. બસિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ. આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી. એચ. જાદવ તથા તેમની ટીમના એ.એસ.આઇ. અનીલભાઇ સુરેશભાઇ સોનારા, પો.હેડ.કોન્સ. કનકસિંહ મોબતસિંહ સોલંકી, ગિરિરાજસિંહ સજજનસિંહ જાડેજા, સુભાષભાઇ સોંડાભાઇ ઘોઘારી, તથા પો.કોન્સ. રાજેશભાઇ દેવરાજભાઇ ચાવડા, હરપાલસિંહ દલપતસિંહ જાડેજાદ્રારા કામગીરી કરવામાં આવેલ હતી.