Site icon Gujarat Mirror

રેલનગરમાં ભંગારના ડેલામાંથી 16.28 લાખનો દારૂ ઝડપાયો

દારૂનો જથ્થો મંગાવનાર બે શખ્સોની ધરપકડ, સપ્લાયરનું નામ ખુલ્યુ

શહેરના રેલનગર માતૃ એસ્ટીલા હાઇરાઇઝ બિલ્ડીંગની સામે આવેલ ભંગારના ડેલામાં પીસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.16.28 લાખના વિદેશી દારૂૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી તપાસ કરતા આ દારૂૂ સપ્લાયર તરીકે મારવાડી શખ્સનું નામ ખુલ્યું છે. પી.સી.બી.ની ટીમે દારૂૂ સહીત રૂૂ.16.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા ના સીધા નિરીક્ષણ હેઠળ કામ કરતી પીસીબીની ટીમને રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે પી.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી.

ત્યારે હેડ કોન્સ્ટેબલ દીલીપભાઇ બોરીચા ઉમેશભાઇ ચાવડા, અને કોન્સ્ટેબલ વિશાલભાઇ દવેને મળેલ સયુંકત હકીકત મળી હતી કે, 150 ફુટ રીંગ રોડ, નાયરાના પંપની પાછળ, રેલનગર એરીયા, માતૃ એસ્ટીલા હાઇરાઇઝ બિલ્ડીંગની સામે આવેલ ભંગારના ડેલામાં દારૂૂ ઉતર્યો છે, જેના આધારે ભંગારના ડેલામાં દરોડો પાડતા તથા ઓટો રિક્ષા નંબર જી.જે.03.બી.એકસ.0787 માંથી રૂૂ.16,28,928 કુલ 4848 બોટલ વિદેશી દારૂૂ સાથે પરસાણાનગર શેરી નંબર 01, જામનગર રોડ ઉપર રહેતા આરીફભાઇ સલીમભાઇ જુણેજા (ઉ.વ.40) અને મૂળ બિહારના મધુવની જીલ્લા ના વતની અને હાલ 150 ફુટ રીંગ રોડ, નાયરાના પંપની પાછળ,રેલનગર એરીયા, માતૃ એસ્ટીલા હાઇરાઝ બિલ્ડીંગની સામે આવેલ ભંગારના ડેલામાં જ રહેતા હરદેવ યાદવ દિનેશ યાદવ (ઉ.વ.42)ની ધરપકડ કરી પુછપરછ કરતા દારૂૂનો જથ્થો અશોક મારવાડીએ મોકલ્યો હોવાનું ખુલ્યું હતું.

પીસીબીની ટીમે કુલ.રૂૂા. 16,93,928નો મુદામાલ કબજે કર્યો હતો.
પી.સી.બી.ના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.જે. હુણ, પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવેએ કામગીરી કરી હતી.

Exit mobile version