ગુજરાત

સાયલાના આયા પાસેથી 28 લાખનો દારૂ ઝડપાયો

Published

on

ખરાબાની જમીનમાં દારૂનું કટિંગ થતું હતું, 47.95 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીઓ ફરાર

સાયલા દિવાળીના પર્વને ધ્યાને રાખીને સાયલા પોલીસે વિદેશી દારૂૂની હેરફેર માટે પીઆઈ બી. એચ. શિંગરખીયા નેશનલ હાઈવે ઉપર ચાંપતી નજર રાખી પેટ્રોલિંગની કડક કાર્યવાહી શરૂૂ કરી છે. ત્યારે પોલીસને આયા ગામની ખરાબાની સીમ જમીનમાં વિદેશી દારૂૂનું કટિંગ થતું હોવાની બાતમી પીઆઇ શિંગરખીયાને મળી હતી. આ બાબતે પીએસઆઇ એચ.એન. ઝાલા, કુલદીપસિંહ, યોગેશભાઈ પટેલ અને અમર કુમાર ગઢવી સહિતના પોલીસ કર્મીઓએ આયા ગામની સીમ જમીનમાં રેડ કરતા વિદેશી દારૂૂની હેરફેર કરતા શખસો પોલીસને જોઈ નાસી ગયા હતા.


પોલીસે ટાંકાની અંદર તપાસ હાથ ધરતા વિદેશી દારૂૂ અને ત્યાં રહેલા પીકપ ગાડીની પાછળના ભાગમાં વિદેશી દારૂૂ જોવામાં આવતા પોલીસે 750 મીલીની કાચની કંપની શીલ બંધ 1752 બોટલ કુલ કિ.રૂૂ.12,01,872 તથા મેકડોવેલ્સ નં.1 ડીલક્ષ ઓરીજનલ વ્હિસ્કી 375 મીલીની કાચની કંપની શીલ બંધ ચપલા નંગ 1896 જેની કુલ કિં. રૂૂ.5,40,360 તથા મેકડોવેલ્સ નં.1 ડીલક્ષ ઓરીજનલ વ્હિસ્કી 750 મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ 1968 તથા છુટી બોટલ નંગ 264 કુલ બોટલો નંગ 2232 જેની કુલ કિ.રૂૂ.12,52, 152 એમ ચપલા તથા બોટલો મળી કુલ નંગ 5880નો મુદ્દામાલ મળતા જે તમામની કુલ કિં. રૂૂ.29,94,384 તથા ટાંકો કિં. રૂૂ.15,00,000 તથા બોલેરો પીકઅપ ગાડી કિં. રૂૂ.3,00,000 તથા ત્યાં રહેલું બાઈક કિં. રૂૂ.30,000 તથા સદર ટાંકામાંથી મળી આવેલ કાળા કલરના સાદા મોબાઈલની કિં. રૂૂ. 1000 સહિત કિં. રૂૂ.47, 95, 384 નો મુદ્દામાલ પોલીસે ઝડપી જથ્થો મંગાવનાર, મોકલનાર સામે ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version