મેયરના મતવિસ્તારની વોર્ડ ઓફિસને અડીને જ દારૂનો અડ્ડો

પ્રિ-મોન્સૂન કામગીરીના ક્રોસ ચેકિંગ કરવા શહેરના તમામ વિસ્તારોમાં શાસકપક્ષના નગરસેવકો નીકળ્યા વોર્ડ નં.7નો સિમેન્ટથી મઢેલો વોંકળો આવારા તત્વોનો અડ્ડો બની ગયાના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા…

પ્રિ-મોન્સૂન કામગીરીના ક્રોસ ચેકિંગ કરવા શહેરના તમામ વિસ્તારોમાં શાસકપક્ષના નગરસેવકો નીકળ્યા

વોર્ડ નં.7નો સિમેન્ટથી મઢેલો વોંકળો આવારા તત્વોનો અડ્ડો બની ગયાના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા

રાજકોટમાં બેફામ અને હવે તો ખુલ્લેઆમ દારૂૂના હાટડા ધમધમતા હોવાનો વધુ એક દાખલો સામે આવ્યો છે. મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટાયેલા શાસકપક્ષના તમામ નગરસેવકો સામુહિક રીતે પ્રિ-મોન્સુન કામગીરીનું નિરિક્ષણ કરવા શહેરભરમાં એકસાથે નિકળ્યા હતા.

એ દરમિયાન મેયર ડો.નેહલ શુક્લના મતવિસ્તારમાં આવેલા એસ્ટ્રોન ચોકના બગીચા પાસેની વોર્ડ નં.7ની ઓફિસને અડીને જ આવેલા સિમેન્ટથી મઢેલો વોંકળો નશાખોરો માટે અડ્ડો બની ગયો છે. કોર્પોરેટરોની વોર્ડ ફેરણી દરમિયાન આ વોર્ડ ઓફિસની દિવાલની ભરોભર આ વોંકળાના સિમેન્ટ સ્લેબ પર દેશી દારૂૂની થોકબંધ કોથળી, દારૂૂની બોટલો મળી આવી હતી.

આ જોઇને વોર્ડ નં.7ના નગરસેવકો પણ ચોંકી ઉઠ્યા હતા. રાજકોટમાં દર વર્ષે મનપા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના નામે વોંકળા સફાઇ સહિતની કામગીરી મોટાભાગે કાગળ પર જ દેખાડવામા આવતી હોવાનું વરસતા વરસાદે શહેરીજનો અનુભવ કરે જ છે. માત્ર કાગળ પર જ પ્રિ-મોન્સુન કામગીરી દેખાડીને વોંકળા સફાઇના નામે લાખો રૂૂપિયાના બીલ બની જાય છે.

આ વખતે પણ આ સીલસીલ જારી રાખવામા આવ્યો હોય તો કામચોર સ્ટાફની પોલ છતી કરવા માટે મનપાના નવા શાસકોએ તેની રીતે ‘એકશન પ્લાન’ બનાવ્યો છે. આજે સવારે 9 વાગ્યે શાસકપક્ષના તમામ નગરસેવકો પોતાના વોર્ડમાં એકસાથે નિકળ્યા હતા.

પ્રિ-મોન્સુન કામગીરી કાગળ પર થઇ છે કે વાસ્તવમાં તેનુ નિરિક્ષણ કર્યુ હતુ. જ્યા પ્રિ-મોન્સુન કામગીરીમાં કચાશ દેખાઇ હતી ત્યા સંબંધિત અધિકારીને કામ તાકીદે પુરુ કરવા સુચના પણ આપવામા આવી હતી.
પ્રિ-મોન્સુન કામગીરી જેવી કે, ભૂગર્ભ ગટરના મેઇન હોલની સફાઇ, વોંકળા સફાઇ, રોડ સાઇડ ગટર, ખુલ્લા પ્લોટની સફાઇ, વરસાદી પાણીના નિકાલ માટે અવરોધતો કચરો દૂર કરવા સહિતની કામગીરીનું નગરસેવકોએ જે તે વોર્ડના અધિકારીઓને સાથે રાખીને નિરીક્ષણ કર્યુ હતુ.

દરમિયાન મેયર ડો.નેહલ શુક્લંના મત વિસ્તાર વોર્ડ નં.7માં આવેલા એસ્ટ્રોન ચોકના બગીચાને અડીને જ આવેલી વોર્ડ ઓફિસની દિવાલને ભરોભર વોંકળો પસાર થાય છે. આ વોંકળાની બન્ને બાજુ સિમેન્ટનું ફ્લોરીંગ કરાયુ છે અને વચ્ચેથી વોટર-વે નિકાલ રાખવામા આવ્યો છે.

સિમેન્ટથી મઢેલુ આ ફલોરીંગ આવાર તત્વોનો અડ્ડો બની ગયો હોવાના સચિત્ર પુરાવા સામે આવ્યા હતા. દેશી દારૂૂની થોકબંધ કોથળીઓ, ઇંગ્લીશ દારૂૂની બોટલ, ગર્ભ નિરોધક વસ્તુઓ, નમકીનના ખાલી પેકેટ સહિતનું જોવા મળ્યુ હતુ. આ બધુ જોઇને નગરસેવકો ચોંકી ઉઠ્યા હતા.

આ પ્રકારનું દુષણ હરગીઝ નહીં ચલાવી લેવાય, પોલીસ કમિશનરનું ધ્યાન દોરાશે: મેયર ડો. શુક્લ
મેયર ડો.નેહલ શુક્લએ ‘ગુજરાત મિરર’ સાથે થયેલી વાતચીતમાં કહ્યુ હતુ કે, માત્ર વોંકળા જ નહીં પણ મનપાની માલિકીની જાહેર જગ્યાઓમાં આવારા તત્વો દ્વારા ફેલાતા આવા દુષણ હરગીઝ ચલાવી નહીં લેવાય. આવા દારૂૂના અડ્ડા સામે કડક પગલાં લેવા પોલીસ કમિશનરને હું રજૂઆત કરીશ. જ્યા કંઇ પણ સિમેન્ટ ફ્લોરીંગ સાથેના વોંકળા બન્યા છે, મનપાના ખુલ્લા પ્લોટ છે, બગીચાઓ છે એ તમામ જગ્યાએ પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા પોલીસ કમિશનરને સુચના આપવામા આવશે.