કુવાડવા રોડ ઉપર હત્યાના આરોપીએ કારખાનામાં છૂપાવેલ રૂા.4.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

ઇમિટેશનની ભઠ્ઠી ચલાવતા શખ્સની ધરપકડ, દારૂ મંગાવનાર કુખ્યાત આરોપી ફરાર રાજકોટના કુવાડવા રોડ ઉપર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં સદરગુરૂૂ એસ્ટેટ ડેલામાં દુકાન નં.13માં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો…

ઇમિટેશનની ભઠ્ઠી ચલાવતા શખ્સની ધરપકડ, દારૂ મંગાવનાર કુખ્યાત આરોપી ફરાર

રાજકોટના કુવાડવા રોડ ઉપર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં સદરગુરૂૂ એસ્ટેટ ડેલામાં દુકાન નં.13માં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી ઈમિટેશની ભઠ્ઠીના કારખાના માંથી કી.રૂૂ.4,45,440 નો વિદેશી દારૂૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ દારૂૂનો જથ્થો હત્યાના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત શખ્સનો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

મળતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સ્ટાફના મનીષભાઇ ચાવડા, રાજેશભાઇ ચાવડા તથા કનકસિંહ સોલંકીને ચોક્કસ બાતમી મળી હતી કે કુવાડવા રોડ પર આવેલ ઓડીના શો-રૂૂમ સામે, રાજારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સદગુરુ એસ્ટેટ ડેલાની દુકાન નંબર 13માં વિદેશી દારૂૂનો ગેરકાયદે જથ્થો સંતાડવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તુરંત દરોડો પાડી સ્થળ પરથી કુવાડવા રોડ, દીવેલીયા પરામાં રહેતા લાલજી ઉર્ફે લાલો જગદીશભાઇ ડાભી ને ઝડપી લીધો હતો. કારખાના માંથી અલગ અલગ બ્રાન્ડની રૂૂ.4,45,440ની કિંમતની કુલ 1,392 બોટલો મળી આવી હતી. આ સુઝુકી એક્સેસ મોટરસાઇકલ મળી કુલ ₹5,00,440નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂૂના કારોબારમાં અગાઉ હત્યા સહિતના સાત ગુનામાં સંડોવાયેલ પરષોત્તમ ઉર્ફે ગુગો જાદવભાઇ કુમારખાણીયાનું નામ ખુલ્યું હતું, જેને પકડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે. ઝડપાયેલ આરોપી લાલજી અને ફરાર પરષોત્તમ બંને અગાઉ પણ ચોરી, જાહેરનામા ભંગ અને દારૂૂબંધી જેવા અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.

શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, પ્રોહિબિશન અને ગુનાખોરી પર લગામ કસવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા એસીપી (ક્રાઇમ) બી.બી. બસિયાની સુચનાને પગલે ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના નેતૃત્વમાં ડી.સી.બી.ના સ્ટાફે કામગીરી કરી હતી.