જામનગર-લાલપુર રોડ પર પેસેન્જર વાહનમાં દારૂની હેરાફેરી

ટેમ્પો ટ્રાવેલ્સની સીટ નીચે ચોરખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો; 2065 બોટલ સાથે એક બુટલેગર ઝડપાયો જામનગર એલસીબીએ લાલપુર રોડ પર ચેલા ગામ નજીક પેસેન્જર વાહનની…

ટેમ્પો ટ્રાવેલ્સની સીટ નીચે ચોરખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો; 2065 બોટલ સાથે એક બુટલેગર ઝડપાયો

જામનગર એલસીબીએ લાલપુર રોડ પર ચેલા ગામ નજીક પેસેન્જર વાહનની આડમાં ટેમ્પો ટ્રાવેલ્સ મારફતે દારૂૂની હેરાફેરી કરવાનો કીમિયો ઝડપી પાડ્યો છે. ટેમ્પો ટ્રાવેલ્સની સીટ નીચે ખાસ ચોરખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ સંતાડીને લઈ જવાતો હતો. એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી 2065 બોટલ દારૂૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે દારૂૂ, મોબાઇલ ફોન અને ટેમ્પો ટ્રાવેલ્સ સહિત કુલ રૂૂ.10,11,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.બી.ચૌધરીની દેખરેખમાં પીએસઆઇ એમ.વી.ભાટીયા તથા સ્ટાફ દારૂૂ-જુગારના કેસો શોધવા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલસીબીના ઘનશ્યામભાઇ ડેરવાળીયા, અરજણભાઇ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઇ પરમારને મળેલી બાતમીના આધારે ચેલા ગામથી આગળ એશ્વરિયા ફાર્મ પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

આ દરમિયાન પેસેન્જર વાહનની આડમાં દારૂૂની હેરાફેરી કરતા ટેમ્પો ટ્રાવેલ્સ નં. જીજે-19-એક્સ-5554ને અટકાવી તપાસ કરતાં તેની સીટ નીચે બનાવવામાં આવેલા ચોરખાનામાં દારૂૂનો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 2065 બોટલ, કિંમત રૂૂ.2,06,500, એક મોબાઇલ ફોન કિંમત રૂૂ.5,000 અને રૂૂ.8 લાખની કિંમતનો ટેમ્પો ટ્રાવેલ્સ મળી કુલ રૂૂ.10,11,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે દરેડ ગામમાં તાલુકા શાળા પાસે રહેતા ટેમ્પો ચાલક વિજયસિંહ બહાદુરસિંહ જાડેજા, ઉંમર 44,ને ઝડપી લીધો છે. દારૂૂનો જથ્થો સેલવાસના નરોલી વિસ્તારના અમિત નામના શખ્સે મોકલ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અમિતને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.