ગોંડલ બી-ડિવિઝન પોલીસે જેતપુર-રાજકોટ નેશનલ હાઈવે પરથી દેશી દારૂૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂૂ. 2.50 લાખના મુદ્દામાલ સાથે 200 લીટર દેશી દારૂૂ અને એક ફોર-વ્હીલર કાર જપ્ત કરી છે. રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય એસ.પી. વિજયસિંહ ગુજ્જરની સૂચના મુજબ, દારૂૂની હેરાફેરી અટકાવવા માટે કડક ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત ગોંડલ બી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો.
પેટ્રોલિંગ દરમિયાન, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ હોન્ડા સિટી કાર (રજીસ્ટ્રેશન નંબર GJ 01 KF 0510) નેશનલ હાઈવે પરથી પસાર થવાની છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી કારને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી 200 લીટર દેશી દારૂૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂૂ. 40,000/- આંકવામાં આવી છે. પોલીસે રૂૂ. 2,00,000/- ની કિંમતની હોન્ડા સિટી કાર (GJ 01 KF 0510) પણ જપ્ત કરી છે. આમ, કુલ રૂૂ. 2,50,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે રાજકોટના રસુલપરા, કોઠારીયા સોલ્વન્ટ ખાતે રહેતા નદીમભાઇ વલીમામદભાઇ નોઇડા નામના શખ્સની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. મદનસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ મનુભા, તેમજ કોન્સ્ટેબલ હીતેન્દ્રસિંહ, સુરપાલસિંહ, વીપુલભાઇ અને ઓમદેવસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

