ક્રાઇમ

દિવાળી પૂર્વે દારૂની રેલમછેલ: 5 દરોડામાં 1200 બોટલ દારૂ ઝડપાયો

Published

on

દિવાળી પૂર્વે તહેવાર ઉપર બૂટલેગરો દારૂૂની હેરાફેરી કરવા સક્રિય થતા પોલીસે પણ વોચ ગોઠવી દરોડા શરુ કર્યા છે. ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર ક્રિષ્નાપાર્ક પાસે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એસ.ગરચરની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ક્રેટા કારમાં ખોટી નંબર પ્લેટ લગાડીને શહેરમાં દારૂૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા બે રાજસ્થાની શખ્સોને 1020 બોટલ સાથે ઝડપી લીધા હતા. જયારે પીસીબી તેમજ યુનિવર્સીટી પોલીસે પણ દરોડા પાડી દારૂૂનો જથ્થો ઝડપી લીધો હતો કુલ 5 દરોડામાં 1200 બોટલ વિદેશી દારૂૂ તેમજ બે કાર,બે રીક્ષા અને મોટરસાઈકલ સહિત રૂા.16.76લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રથમ દરોડામાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગૌડલિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ.ગરચરની ટીમે રાજકોટ અમદાવાદ હાઈવે પર પેટ્રોલિગમાં હતી ત્યારે બાદમી ના આધારે અમદાવાદ તરફથી આવતી ક્રેટા કારને ક્રિષ્ના પાર્ક નજીક અટકાવી તેની તલાસી રહેતા કારમાંથી દારૂૂની નાનીમોટી 1020 બોટલો મળી આવી હતી.પોલીસે કારમાં સવાર બાડમેરના ઓમપ્રકાશ ક્રિશ્નારામ બીશ્નોઈ અને મોહનલાલ ભાખરારામ બીશ્નોઈની ધરપકડ કરી રૂૂ.9.06 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યા હતો. પી.એસ.આઈ એ.એસ.ગરચર સાથે ટીમના અનિલભાઈ સોનારા,ધર્મરાજસિંહ રાણા, હરપાલસિંહ જાડેજા,જીલુભાઈ ગરચર, મૈસુરભાઈ કુંભારવડીયા, અશ્વિનભાઈ પંપાણીયાએ કામગીરી કરી હતી.બીજા દરોડામાં પીસીબીના પીએસઆઈ એમ.જે.હુણ અને ટીમ આજીડેમ વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી ત્યારે રણુજા મંદિર પાસે આવેલ ગોકુલ પાર્ક સોસાયટીના ગેટ પાસેથી શંકાસ્પદ એકટીવા ચાલકને રોકી તેની તલાસી લેતા દારૂૂની 20 બોટલો સાથે મોરબી રોડ પાસે આવેલા સિલ્વર પાર્કમાં રહેવા આરોપી ચિરાગ દેવરાજ વેકરીયાની ધરપકડ કરી હતી. જ્યારે બીજા દરોડામાં અમદાવાદ-હાઈવે પરથી ઓટોરિક્ષામાં દારૂૂની હેરાફેરી કરતા આરોપી ચિરાગ વાળાની ધરપકડ કરી દારૂૂની 20 બોટલો અને રિક્ષા સહિત 59 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.

યુનિવર્સિટી પોલીસના સ્ટાફે નવી કોર્ટ બિલ્ડીંગ પાસે આવેલા ઘઉના ગોડાઉન નજીકથી ઓટોરિક્ષામાં દારૂૂની હેરાફેરી કરતા આરોપી ચંદ્રેશ સિદ્ધપુરાને દબોચી દારૂૂની 20 બોટલો સાથે રૂૂ.42 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પાંચમાં દરોડામાં ક્રાઇમ બ્ર્રન્ચના પી.એસ.આઇ વી.ડી. ડોડીયા અને તેમની ટીમે દરોડો પાડી ભાવનગર હાઇવે ત્રંબા ગામ પાસેથી આઇટીન્ટી કાર 120 બોટલ દારૂ સાથે રવિરાજ ઉર્ફે ગુણાભાઇ કુકડીયાની ધરપકડ કરી 76000ના દારૂ સહિત રૂા. 5.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખોટી નંબર પ્લેટ લગાડી દારૂ ધુસાડવાના નેટવર્કનો પ્રર્દાફાશ

ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એ.એસ ગરચર અને તેાની ટીમે બાડમેરના ઓમપ્રકાશ ક્રિશ્નારામ બીશ્નોઈ અને મોહનલાલ ભાખરારામ બીશ્નોઈની ધરપકડ કરી રૂૂ.9.06 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યા હતો. તપાસમાં જાણવા મળ્યું કે, કાર માંથી જીજે 18 બીએન 6171 અને જીજે 3 એમબી 9339 એમ બે નંબર પ્લેટ મળી આવી હતી. આ બંન્ને શખ્સો આજ મોડેસ ઓપરેન્ડીથી ખોટી નંબર પ્લેટ લગાડીને રામજસ્થાનથી ગુજરાતમાં દારૂૂ ઘુસાડવાનુ રેકેટ ચલાવતા હતા જેને ક્રાઇમબ્રાન્ચે ઝડપી લઇ પદાફાર્શ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version