પાળિયાદ નજીકથી દવાની આડમાં લઈ જવાતો 13 લાખનો દારુ-બિયરનો જથ્થો ઝડપાયો

ભાવનગર રેન્જ આઇ.જી રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂૂની બદી નાબૂદ કરવાની કડક સૂચના આપવામાં આવેલ હોય…

ભાવનગર રેન્જ આઇ.જી રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂૂની બદી નાબૂદ કરવાની કડક સૂચના આપવામાં આવેલ હોય જે સૂચનાને લઈને બોટાદ જિલ્લા કઈઇના ઇન્ચાર્જ ઙઈં જી.એમ.પાવરા તેમજ ઙજઈં એચ.એ.વસાવા તેમજ પોલીસ સ્ટાફ ના જયરાજભાઈ ખાચર, હરેશભાઈ ખેરાળીયા, ભગીરથસિંહ લીંબોલા, જયેશભાઈ ધાંધલ, ભાવેશભાઈ શાહ, રસિકભાઈ ગળધરા, રાજેન્દ્રસિંહ ડોડીયા સહિતના પોલીસ સ્ટાફ ના માણસોએ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પાળિયાદ-વિછીયા હાઇવે રોડ પર વાંગધ્રા ગામ નજીકથી ટ્રકમાંથી મસમોટો ઇંગ્લિશ દારૂૂનો જથ્થો લઈ જતા ઝડપી પાડ્યો છે.

પંજાબ પાર્સિંગની ટ્રક ની અંદર ખેતીની કીટનાશક દવાની આડમાં છુપાવેલો ભારતીય બનાવટ નો વિદેશી આ દારૂૂનો મસમોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો જેમાં 4,368 દારૂૂની બોટલ જેની કિંમત 11,35,680, 1,992 બિયરના ટીન જેની કિંમત 2,39,040,દવાની બોટલના 722 બોક્સ જેની કિંમત 54,15,000, મોબાઈલ ફોન-6 જેની કિંમત 72,000, ટ્રક જેની કિંમત 30 લાખ રૂૂપિયા, ક્રેટા ફોરવ્હીલર ગાડી જેની કિંમત 10 લાખ, જીઓ કંપનીનું ડોંગલ જેની કિંમત 1,000 તેમજ રોકડ રૂૂપિયા 6,560 મળી કુલ રૂૂ.1,08,69,280નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે કુલ 7 આરોપીઓ વિરુદ્ધ દાખલ કર્યો છે. જેમાંથી 3 આરોપીઓ ઝડપાયા છે અને 4 આરોપીઓને પકડવાના બાકી છે. એલસીબી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરી છે.

બોટાદ જિલ્લા એલસીબી પોલીસે મસમોટો ઇંગ્લિશ દારૂૂનો જથ્થો ઝડપી લેતા બોટાદ જીલ્લા એલસીબીની કામગીરીને બિરદાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ તરીકે જી.એમ.પાવરા તેમજ પીએસઆઈ એચ.એ. વસાવાએ ચાર્જ સંભાળ્યા બાદ બોટાદ જિલ્લા માંથી વિદેશી ઇંગ્લીશ દારૂૂ ઉપર દરોડા પાડી મોટા પ્રમાણમાં દારૂૂ ઝડપી લઈને કડક કાર્યવાહી કરવામાં આવી છે.