Site icon Gujarat Mirror

કાલાવડ અને જેતપુરમાં દીપડાના આંટાફેરા, ખેડૂતો-મજૂરોમાં ફફડાટ

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે દીપડો દેખાયો દેખાયો હતો. સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામ લોકો એ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા કાલાવડ ફોરેસ્ટ અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાની શોધખોળ આદરી છે. બીજી તરફ ગ્રામજનોએ પણ હાથમાં લાઠીઓ લઇને માલ-ઢોરના રક્ષણ માટે ઉજાગરા શરૂ કર્યા છે.

જયારે જેતપુરમાં જુના રૂપાવટી રોડ ઉપર પણ દીપડો ત્રાટકયો હતો અને રમેશભાઇ ખાચરીયાની વાડીમાં ત્રણ વાછરડાનાં મારણ કરતા ખેડુતો અને ખેત મજુરોમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે.

 

Exit mobile version