રાષ્ટ્રીય

જન્મ પહેલાં લિંગ પરીક્ષણ કાયદેસર કરો: IMAના પ્રમુખની માગણીથી નવી ચર્ચા

Published

on

કાયદાકીય પ્રતિબંધથી સ્ત્રી ભ્રૂણ હત્યા અટકી નથી, ડોક્ટરોની મુશ્કેલી વધી

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (ઈંખઅ)ના પ્રમુખ ડો.આર.વી.અશોકનેએ બાળકની પ્રિનેટલ આઇડેન્ટિફિકેશન/લિંગ ટેસ્ટ અંગેના તેમના જૂના વલણને પુનરાવર્તિત કરીને હલચલ મચાવી છે. તેમનું કહેવું છે કે કાયદાકીય પ્રતિબંધથી સ્ત્રી ભ્રૂણહત્યા બંધ થઈ ગઈ છે, પરંતુ જન્મ પછી હત્યા અટકી નથી. તેમણે દલીલ કરી હતી કે સામાજિક અનિષ્ટ હંમેશા તબીબી ઉકેલ હોઈ શકે નહીં.આવા કેટલાક નિયમો ડોકટરોને નારાજ કરે છે, તેમાં સુધારો કરવાની જરૂૂર છે.


ડો.આર.વી. અશોકનેએ કહ્યું કે આ એક મોટી નિષ્ફળતા છે અને તેનું કોઈ પરિણામ આવ્યું નથી. તેના બદલે તે પ્રસૂતિશાસ્ત્રીઓ, રેડિયોલોજિસ્ટ્સ અને કાર્ડિયોલોજિસ્ટ્સને પણ પરેશાન કરે છે. ડો.આર.વી.અશોકને વધુમાં જણાવ્યું હતું કે, આ પહેલીવાર નથી જ્યારે હું આ મુદ્દા પર બોલી રહ્યો છું.


અમે ઇચ્છીએ છીએ કે સરકાર આ અધિનિયમ પર પુનર્વિચાર કરે
ડો.અશોકન કહે છે કે બધા ડોક્ટરો કોઈના જીવનની વિરુદ્ધ છે એવું માનવું બહુ ખોટું છે. આ સિવાય ઈંખઅને કાયદાના કેટલાક નિયમોમાં સમસ્યા છે, જે અંતર્ગત ડોક્ટરોને બિનજરૂૂરી ટેકનિકલ ભૂલો અને ફોર્મ ભરવા બદલ ઠપકો આપવામાં આવે છે. તે સમજાવે છે કે કાયદો એટલો કડક છે કે અલ્ટ્રાસાઉન્ડ કેન્દ્રો, જિનેટિક લેબ્સ અને ક્લિનિક્સે રેકોર્ડ જાળવવા પડે છે.


ઉદાહરણ તરીકે, નિયમો કહે છે કે મશીનોને એક રૂૂમમાંથી બીજા રૂૂમમાં ખસેડી શકાતા નથી. તે વિગતવાર સમજાવે છે અને કહે છે કે ફોર્મ ઋ ન ભરવું એ સ્ત્રી ભ્રૂણહત્યા સમાન ગણાય છે. વર્તમાન કાયદા હેઠળ નફોર્મ યોગ્ય રીતે ન ભરનારા ડોક્ટરોને સજા કરવામાં આવશે.લિંગ નિર્ધારણ પરીક્ષણ કરાવનાર વ્યક્તિની સજા સમાન છે. ઉપરાંત ડો.અશોકન કહે છે કે મહારાષ્ટ્રમાં છ ડોક્ટરોને છ મહિનાથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. કોઈમ્બતુરમાં એક મહિલા બે વર્ષથી જેલમાં બંધ છે. અમે અમારી વાત રજૂ કરી રહ્યા છીએ, સરકારે પણ પોતાનો મુદ્દો રજૂ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version