Site icon Gujarat Mirror

નવી પીપર ગામના પાટિયા પાસે દેશી દારૂના કટિંગ વેળાએ એલસીબી ત્રાટકી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટીયા પાસે દેશી દારૂૂનું કટીંગ થઈ રહ્યું હતું જે દરમિયાન એલસીબીની ટુકડી ત્રાટકી હતી અને નાશ ભાગ થઈ હતી. જે દરમિયાન એલસીબી ની ટુકડીએ એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે એક ટ્રક ચાલક સહિત અન્ય બે ભાગી છૂટ્યા છે. પોલીસે બનાવના સ્થળેથી દેશી દારૂૂનો વિશાળ જથ્થો, એક કાર અને ટ્રક સહિત રૂૂપિયા 14,700 ની માલમ કબજે કરી છે.


જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટીયા પાસે એક કાર અને ટ્રક માં દેશી દારૂની હેરાફેરી અને કટીંગ થઈ રહ્યું છે. જે બાતમીના આધારે ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો.


ઉપરોક્ત દરોડા દરમિયાન પોલીસે જામનગર તાલુકાના સરમત ગામ માં રહેતા સામત શીવાભાઈ રાજાણી નામના એક શખ્સ ની અટકાયત કરી લીધી હતી, જયારે દારૂૂની હેરાફેરીમાં સંડોવાયેલો નાઘેડી ગામનો કાનાભાઈ જીવાભાઈ મોઢવાડિયા તેમજ જી.જે.10 ઝેડ 9692 નંબરનો ટ્રક ચાલક પોલીસને જોઈને નાસી છૂટ્યા હોવાથી બંનેને ફરારી જાહેર કરાયા હતા.


પોલીસે બનાવના સ્થળેથી રૂૂપિયા 15,000 ની કિંમત નો 1550 લીટર દેશી દારૂૂનો જથ્થો, દસ લાખ રૂપિયાની કિંમતનો જી.જે 10 ઝેડ 9692 નંબરનો ટ્રક તેમજ રૂૂપિયા દોઢ લાખની કિંમતની જે એલ 5419 નંબરની કાર અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 14.70,000 ની માલમતા કબજે કરી છે. જે પકડાયેલા આરોપી સામે લાલપુર પોલીસ મથકમાં દારૂૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધવામાં આવી રહ્યો છે.

Exit mobile version