રાજકોટ સહિત રાજ્યભરની અદાલતોમાં વકીલો માટે એ ફોર સાઈઝનો કાગળ તેમજ કોમ્પ્યુટરમાં લોહીત ફોન્ટ તારીખ 1 ઓગસ્ટથી ફરજિયાત કરવામાં મામલે વકીલોની હાલમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, જે બદલ રાજકોટ બાર એસોસિએશન દ્વારા વકીલોના પ્રશ્નોને વાચા આપવા તારીખ 10 મી ઓગસ્ટ એક દિવસની પ્રતીક હડતાલનો સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો છે.
બાર એસોસિએશનના ઉપ પ્રમુખ સિદ્ધાર્થ સિંહ જાડેજા અને સેક્રેટરી નીલેશ પટેલના જણાવ્યા મુજબ ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સરક્યુલરમાં કોર્ટમાં રજુ થતી અરજીઓ, સોગંદનામા, આરોપીની ગેરહાજરીની અપાતી અરજી તથા મુદત અરજીઓ વગેરે સામાન્ય અરજીઓ તેમજ અન્ય લેખીત રજુઆતો એ-4 (એ ફોર) સાઈઝ પેપરમાં આગળ પાછળ કોમ્પ્યુટરમાં ચોકકસ લોહિત ફોન્ટમાં ટાઈપ કરી રજુ કરવાના નવા નિયમથી વકીલોને હાલ ઘણી મુશ્કેલીઓ પડી રહેલ છે. જે સબંધે રાજકોટ બાર એશોસીએશન તરફથી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ, યુનીટ જજ,ડીસ્ટ્રીકટ જ્જને લેખીત રજુઆત કરેલ છે તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને પણ તેની જાણ કરવામાં આવેલ છે.
હાઇકોર્ટના ઉપરોક્ત નવા નિયમથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય સરકયુલર રદ કરવો જરૂૂરી હોય તેમજ સરકયુલરમાં અમુક બાબતોએ સુધારો કરવો જરૂૂરી જણાય છે. તે અંગેના જરૂૂરી સુધારા કરવા માટે રાજકોટ શહેરમાં આવેલ તમામ કોર્ટોમાં એક દિવસની પ્રતિક હડતાલ તારીખ-10/ 08/ 2026ના સોમવારના રોજ રાખવાનું સર્ક્યુલર ઠરાવથી કરવામાં આવ્યું છે. જેમાં વકીલો કાર્યવાહીથી અલિપ્ત રહેવાને કોઈપણ પક્ષકારને નુકશાન ન જાય તે હેતુથી પક્ષકારો તેમજ વકીલોની ગેરહાજરીમાં પક્ષકારોને નુકશાન થાય તેવા કોઈ હુકમો ન ફરમાવવા તેમજ કેસોમાં યથાવત સ્થીતી જાળવી રાખવા તમામ જજીસને વિનંતી કરવામાં આવી છે.
