અમદાવાદથી કોલંબો માટે ડાયરેકટ ફલાઇટસનો પ્રારંભ

જો તમે શ્રીલંકા જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે એક ઉત્તમ અને રાહતજનક સમાચાર છે. હવે અમદાવાદના પ્રવાસીઓએ શ્રીલંકા જવા માટે મુંબઈ કે…

જો તમે શ્રીલંકા જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે એક ઉત્તમ અને રાહતજનક સમાચાર છે. હવે અમદાવાદના પ્રવાસીઓએ શ્રીલંકા જવા માટે મુંબઈ કે દિલ્હી જેવા અન્ય એરપોર્ટ પર કનેક્ટિંગ ફ્લાઈટ્સ માટે લાંબી રાહ જોવી નહીં પડે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી શ્રીલંકાના કોલંબો સ્થિત બંડારનાયકે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સીધી નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂૂ થઈ ગઈ છે, જેના કારણે મુસાફરી હવે વધુ સરળ અને ઝડપી બની ગઈ છે.

ટ્રાવેલ અને ટૂરિઝમ સાથે જોડાયેલા અહેવાલો મુજબ, આ ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂૂ થવાથી ગુજરાત અને શ્રીલંકા વચ્ચે બિઝનેસ ટ્રાવેલ તેમજ ટુરિઝમને મોટું પ્રોત્સાહન મળ્યું છે. સામાન્ય રીતે અગાઉ અમદાવાદથી કોલંબો જતી વખતે મુસાફરોએ અન્ય મહાનગરોમાં રૂૂટ બદલવો પડતો હતો અથવા લાંબો સમય ટ્રાન્ઝિટમાં વિતાવવો પડતો હતો. પરંતુ હવે આ ડાયરેક્ટ એર રૂૂટ શરૂૂ થવાથી અમદાવાદથી કોલંબોનું આકાશ અંતર કાપવામાં માત્ર આશરે 3 કલાક અને 10 મિનિટ જેટલો જ સમય લાગે છે. જેનાથી પ્રવાસીઓને ઉત્તમ કનેક્ટિવિટી મળી રહે છે. શ્રીલંકાની મુલાકાતે જનારા પર્યટકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હરિયાળા ચાના બગીચાઓ માટે જાણીતું ભારતીય પ્રવાસીઓમાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સીધી ફ્લાઈટ્સ ઉપલબ્ધ થવાને કારણે હવે વીકેન્ડ ટ્રિપ કે ટૂંકી રજાઓમાં પણ શ્રીલંકા જવું ગુજરાતીઓ માટે સરળ બની ગયું છે.