ગુજરાત
વધારાની ST બસનો પ્રારંભ: પ્રથમ દિવસે જ મુસાફરોની ભીડ
દિવળીના તહેવારને લઇને સૌરાષ્ટ્ર ઝોન દ્વારા 2200 જેટલી વધારની એસટી બસો દોડાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ ડિવિઝન પણ 100 જેટલી બસો દોડાવશે મોટાભાગના કંપની અને શાળા-કોલેજોમાં રજા પડતા વિદ્યાર્થીઓ અને શ્રમિકો પોતાના વતન જતા હોય રાજકોટ ડિવિઝન દ્વારા આજથી વધારાની બસનું સંચાલન શરૂ કરતા પ્રથમ દિવસે જ મુસાફરોની ભીડ જોવા મળી હતી.
શાળા-કોલેજોમાં દિવાળી વેકેશન પડતાની સાથે જ આજથી રાજકોટ એસટી ડિવિઝન દ્રારા દિવાળી પર્વ નિમિતેની એકસટ્રા બસ સેવાનો પ્રારભં કરવામાં આવ્યો છે. મુસાફરોએ દિવાળીમાં સહ પરિવાર પ્રવાસે જતા પૂર્વે ઓનલાઇન એડવાન્સ બુકિંગ કરાવવા ભારે ધસારો કરતા મોટા ભાગની બસોમાં હાલ લગભગ 70 ટકા ટિકિટ તો ઓનલાઇન બુક થઇ રહી છે.વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે દિવાળી પર્વ નિમિત્તે કુલ 100 એકસટ્રા બસ દોડાવવાનું આયોજન છે જેનો પ્રારભં આજથી કરવામાં આવ્યો છે.વેકેશન થતાં સાથે ટ્રાફિક પણ વધ્યો છે.
દિવાળી નિમિતે રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, વેરાવળ, સોમનાથ, ભાવનગર અને ભુજ સહિતના ટ ઉપર એકસટ્રા બસો દોડાવાશે. ખાસ કરીને કોઈ પણ ટ માટે મુસાફરોનો ધસારો જોવા મળશે કે તુરતં તે ટ ઉપર એકસટ્રા બસ મુકાશે. જો કોઇ નિર્ધારિત ગામ કે શહેર જવા માટે એક સાથે 51 મુસાફરો બસ બુકિંગ કરાવશે તો તેમને નિર્ધારિત સ્થળેથી રિસીવ કરવા માટે બસ ત્યાં સુધી જશે.તેમણે ઉમેયુ હતું કે ફકત રાજકોટ એસટી બસપોર્ટ જ નહીં પરંતુ રાજકોટ એસટી ડિવિઝન હેઠળના ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના તમામ નવ ડેપો ખાતેથી એકસટ્રા બસ સેવાનું સંચાલન કરવામાં આવશે.