રાષ્ટ્રીય

નશાબંધી રાજ્ય બિહારમાં લઠ્ઠાકાંડ!! ઝેરી દારૂના કારણે અત્યાર સુધીમાં 20ના મોત

Published

on

બિહારમાં ઝેરી દારૂએ ફરી તબાહી મચાવી છે. સિવાન અને છપરાના જુદા જુદા ગામોમાં 20 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. મૃત્યુઆંક પણ વધી શકે છે. મૃતકના પરિજનોના જણાવ્યા અનુસાર ઝેરી દારૂ પીવાથી તેમનું મોત થયું છે. આ તમામે ઘટનાના બે દિવસ પહેલા દારૂ પીધો હતો. સિવાનમાં ઝેરી દારૂના સેવનથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા સતત વધી રહી હતી અને સવાર સુધી આ સિલસિલો ચાલુ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ભગવાનપુર બ્લોકના સોંધણી ગામમાં બુધવારે રાત્રે ઝેરી દારૂ પીવાથી 4 લોકોના મોત થયા હતા. હવે જિલ્લામાં કુલ 20 લોકોના મોતની માહિતી સામે આવી રહી છે. ગુરુવારે સવારે જિલ્લા હોસ્પિટલમાં ત્રણેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું હતું. સદર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લગભગ બે ડઝન લોકોને પટના રિફર કરવામાં આવ્યા હતા.

ઘટના બાદ પત્રકારો સાથે વાત કરતા સિવાન જિલ્લા મેજિસ્ટ્રેટ મુકુલ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, “બુધવારે સવારે લગભગ 7.30 વાગ્યે, માહિતી મળી હતી કે મગહર અને ઓરિયા પંચાયતોમાં ત્રણ લોકોના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે. અધિકારીઓની એક ટીમ તરત જ વિસ્તારમાં પહોંચી ગઈ હતી. “એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી અને વધુ 12 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી એકનું રસ્તામાં જ મોત થયું હતું. તમને જણાવી દઈએ કે ઝેરી દારૂના કારણે મૃત્યુનો આંકડો વધી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version