Site icon Gujarat Mirror

જામનગરમાં રણજીત રોડ પર મોડી રાતે જુગારનો દરોડો, નાસભાગ મચી

જામનગરમાં રણજીત રોડ પર બાવાગોર વાળી શેરીમાં ગઈકાલે મોડી રાત્રે ઘોડીપાસા નો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી સીટી એ. ડિવિઝન પોલીસની ટીમને મળતાં અઢી વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો, ત્યારે ભારે નાશ ભાગ થઈ હતી. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જયારે અન્ય પાંચ જુગારીયા તત્વો ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે રણજીત રોડ પર બાવાગોર વાળી શેરીમાં ગઈ રાતે અઢી વાગ્યે પહોંચી જઇ ઉપરોક્ત સ્થળેથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા શાહનવાજ ઉર્ફે નવાજ રજાકભાઈ આંબલીયા, મહેબુ ઉર્ફે મુસાભાઇ ઓડિયા, અને હસન ઉર્ફે બોદુ હાજી ભાઈ આંબલીયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 4,500 ની રોકડ રકમ અને ઘોડીપાસા ના જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું.

પોલીસના દરોડા સમયે હનીફ ગુલામ હુસેન આરબ, મોહમ્મદ કેફ ખંભાળિયા વાલા, મુસ્તુફા મેંમણ, શાહનવાજ મોહમ્મદ મેમણ અને અહેમદ ઉર્ફે બોલરો ગફરભાઈ લખાના કે જેઓ ભાગી છૂટ્યા હોવાથી તમામને ફરારી જાહેર કરાયા છે, અને પોલીસ તેઓને શોધી રહી છે.

Exit mobile version