Site icon Gujarat Mirror

વિસ્તારાની મર્જર પહેલાં અંતિમ ઉડાન, અમદાવાદ એરપોર્ટ પર ભાવુક દૃશ્યો

‘કલ હો ના હો’ ગીત સાથે આખરી ઉડાન ભરી

ટાટા ગ્રુપની એરલાઈન કંપની વિસ્તારાનું એર ઈન્ડિયા સાથે મર્જર પૂર્ણ થયું છે. ગઈકાલે થયેલા આ મર્જર પહેલાં વિસ્તારાએ તેની છેલ્લી ઉડાન ભરી હતી. જેમાં તેના કર્મચારીઓ, અને સ્ટાફ ભાવુક થયો હતો. અમદાવાદથી દિલ્હી સુધીની વિસ્તારાની પોતાની અંતિમ ઉડાન દરમિયાન એરપોર્ટ પર તેના કર્મચારીઓએ તેને અનોખા અંદાજમાં અલવિદા કહ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


લગભગ એક દાયકા જૂની વિસ્તારા એરલાઇનના વિમાનો હવે આકાશમાં ઉડતા જોવા નહીં મળે. વિસ્તારાએ તેની આ છેલ્લી ફ્લાઇટ સાથે વિદાય લીધી છે. તે એર ઈન્ડિયા સાથે મર્જ થઈ ગઈ છે. હવે તે એર ઈન્ડિયા તરીકે ઉડાન ભરશે. એરલાઇન કંપનીએ સોમવારે મોડી રાત્રે અમદાવાદથી દિલ્હી માટે સ્વતંત્ર એરલાઇન કંપની તરીકે તેની છેલ્લી ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાવી હતી. અમદાવાદ એરપોર્ટના રનવે પર વિસ્તારાની છેલ્લી અમદાવાદ-દિલ્હી ફ્લાઈટને એરપોર્ટ સ્ટાફે ઝઅ-ઝઅ કર્યું હતું.

સોમવારે વિસ્તારાના ક્રૂ મેમ્બરે પ્લેનમાં આ તેમની છેલ્લી ઉડાન હોવાની જાહેરાત કરતાં કલ હો ના હો ગીત વગાડ્યું હતું. વિસ્તારા એરલાઇન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક ભાવનાત્મક પોસ્ટ પણ કરી હતી. જેમાં કંપનીએ લખ્યું, આ અવિસ્મરણીય પ્રવાસનો ભાગ બનવા બદલ અને અમને પ્રેમ કરવા બદલ આભાર. અમે આ યાદોને હંમેશા યાદ રાખીશું. હવે દરેક નવી માહિતી માટે એર ઈન્ડિયાને અનુસરો.


એર ઈન્ડિયા-વિસ્તારા મર્જરની જાહેરાત 29 નવેમ્બર, 2022ના રોજ કરવામાં આવી હતી અને તેની અંતિમ તારીખ 12 નવેમ્બર,2024 નક્કી કરવામાં આવી હતી, ખાસ વાત એ છે કે બંને એરલાઈન્સના મર્જર બાદ સિંગાપોર એરલાઈન્સ એર ઈન્ડિયામાં રૂૂ. 3195 કરોડનું વધારાનું રોકાણ કરશે, આ સાથે તે એર ઈન્ડિયામાં 25.1 ટકા હિસ્સો ધરાવશે.


વિસ્તારા એરલાઈન્સની શરૂૂઆત ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સ દ્વારા 2015માં સંયુક્ત રીતે કરવામાં આવી હતી અને જેમાં સિંગાપોર એરલાઈન્સનો 49% હિસ્સો હતો, જ્યારે ટાટા ગ્રુપ પાસે 51% હિસ્સો હતો.
વિસ્તારા અને એર ઇન્ડિયા સાથે મર્જર થયા પછી, એરલાઇન હવે પ2 થી શરૂૂ થતા ફ્લાઇટ કોડ સાથે કામ કરતી જોવા મળશે, અઈં 2955 કોડ હવે ઞઊં 955 ફ્લાઇટ માટે ઉપયોગમાં લેવાશે. આ ફેરફાર પછી, કામગીરી સરળતાથી ચાલુ રહે અને મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે. આ માટે એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક કિઓસ્ક લગાવવામાં આવશે.

Exit mobile version