ગુજરાત

પર્યાવરણ ઈજનેરને બદલીને કરવામાં આવેલી 1110 કરોડની ગાર્બેજની દરખાસ્ત શંકાસ્પદ: કોંગ્રેસ

Published

on

એજન્સીને ચૂકવાતી બમણી રકમ તપાસનો વિષય, વહીવટી મંજૂરી ન આપવા માગણી

મનપાની સ્ટેન્ડીંગમાં આજે મંજુર થયેલ 1100 કરોડના ગાર્બેજ કોન્ટ્રાક્ટનો વિપક્ષ દ્વારા વિરોધ કરી જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ અને મોટું ટેન્ડર જેમાં 10 વર્ષ માટે 1100 કરોડ થી વધુ કામો મંજૂર કરવામાં આવેલ છે તે બાબત શંકાસ્પદ છે અને આ અંગે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલ દરખાસ્તો માં ભરષ્ટાચાર ની બદબૂ આવે છે જે પગલે આવી દરખાસ્તનો અભ્યાસ કરી ને વહીવટી મંજૂરી ન આપવા અમારો અનુરોધ છે કારણ કે (1) નવા ફીચર્સ ઉમેરાયા છે તેમાં કામગીરીના ખર્ચની કોઈ વિગતો આપવામાં આવી નથી. (2) અત્યાર સુધીનું સૌથી મોટું ટેન્ડર હોય તો એક જ એજન્સીને કામગીરી શા માટે આપવામાં આવી. (3) પર્યાવરણ ઈજનેરની બદલી કરીને આ દરખાસ્ત કરવામાં આવી છે અને નવ નિયુક્ત પર્યાવરણ ઈજનેરે પણ પર્યાવરણ ઇજનેર પદેથી રાજીનામું આપી દીધું છે એમ અમારી જાણમાં છે ત્યારે આ બાબત પણ શંકાસ્પદ અને શાસકોમાં કોનું હિત સંકળાયેલું છે તે તપાસનો વિષય છે.

(4) આ અંગે રાજકોટની જનતાને અગાઉ શેરી ગલીઓમાં કોઈપણ જાતની જાગૃતિ અભિયાન ચલાવેલ નથી અને જે પગલે ટેન્ડરની શરતો મુજબ કામ થવાની શક્યતા નહિવત છે. (5) ગત વર્ષે 52.57 કરોડ નો ખર્ચ કર્યા બાદ પણ ટેન્ડરની શરતો મુજબ કામ થયું નથી અને પરિણામ ન મળતા રાજકોટ સ્વચ્છતા ક્રમથી પાછળના ક્રમે ધકેલાયું છે. (6) દૈનિક 750 ટન કચરા ના નિકાલ નો કોન્ટ્રાક્ટ જુદી જુદી પાર્ટીને શા માટે અપાયો નથી. (7) ટીપરવાનમાં હાલની સંખ્યા 223 છે પરંતુ તે વધારી 573 થશે એટલે કે બમણીથી વધારે સંખ્યા કરવામાં આવશે. (8) એજન્સીને પ્રથમ વર્ષે 96 કરોડ 111.57 કરોડ એટલે કે બમણાથી વધારે રકમ ચૂકવવામાં આવશે જે બાબત પણ શંકાસ્પદ અને તપાસનો વિષય છે. (9) ટીપરવાન મોડી આવે અથવા લોકો તરફથી પ્રજાના પરસેવાના કમાણી માંથી જે કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે તેમ છતાં ફરિયાદ ધ્યાનમાં લેવામાં આવશે નહીં પ્રજાને ફરિયાદ કરવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. (10) ટીપરવાનની કોઈપણ ફરિયાદ અંગે પ્રજા ને ફરિયાદ કરવાનો અધિકાર છે અને ફરિયાદ બાદ જે તે એજન્સીને પેનલ્ટી કરવાની જોગવાઈ ટેન્ડર ની શરતોમાં હોવી જોઈએ જે છે નહીં (11) એક જ કોન્ટ્રાક્ટરને દસ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાને બદલે છ મહિનાથી થી એક વર્ષ માટે નો કોન્ટ્રાક્ટ માં તેઓની સરાહનીય કામગીરી લાગે તો જ દસ વર્ષનો કોન્ટ્રાક્ટ આપી શકાય. (12) હાલ રાજકોટ મહાનગરપાલિકામાં સખી મંડળી સહિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં 5,000 નું સેટઅપ છે ત્યારે વધુ ખાનગી કોન્ટ્રાક્ટ આપી વધુ સેનેટરી ઇન્સ્પેક્ટર ની આ કોન્ટ્રાક્ટ માં ભરતી કરી ભ્રષ્ટાચારની બદબૂ આવે છે.


(13) અગાઉની સખી મંડળ યોજનાઓ જે હતી તે સારી હતી હાલની ગાડીઓ શહેરમાં બેફામ પ્રદુષણ ફેલાવે છે ડીઝલનો વ્યાપક વપરાશ થાય છે. પ્રદૂષણ ન ફેલાય અને ડીઝલનો વપરાશ ઓછો થાય તે માટે વધુમાં વધુ સખી મંડળો ની આવશ્યકતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version