Site icon Gujarat Mirror

ઈમ્પેક્ટ ફીનો કાલે છેલ્લો દિવસ, કુલ 970થી વધુ અરજી

ઓક્ટોબર 2022માં લાગુ થયેલ સ્કીમની મુદતમાં 16 જૂન 2024ના રોજ છ માસનો વધારો થયેલ જે કાલે પૂર્ણ થશે

ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવા સૌથી વધુ ઓફલાઈન અરજીઓ આવી: કોમર્સિયલની અનેક અરજીઓ રદ કરાઈ


શહેરના ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરી આવક ઉભી કરવા માટે સરકારે ઓક્ટોબર 2022ના રોજ ઈમ્પેક્ટ ફી કાયદો અમલમાં મુક્યો હતો. જેની મુદતમાં સતત ચાર વખત વધારો કરવામાં આવ્યો છે.


ત્યારે હવે ઈમ્પેક્ટ ફીની મુદત આવતી કાલે પૂર્ણ થશે. ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવા માટે અત્યાર સુધીમાંઓફલાઈન અને ઓનલાઈન અંદાજે 970થી વધુ અરજીઓ આવી હોવાનું જાણવા મળેલ છે. છતાં આજ અને કાલ ઓનલાઈન અરજી કરનારાઓની સંખ્યાનો ઉમેરો થશે તેમજ ત્રણેય ઝોનની અરજી જનરેટ કરવાની બાકી હોય સાચો આંકડો સોમવારના રોજ ફાઈનલ થશે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.


શહેરમાં વધી રહેલા ગેરકાયદેસર બાંધકામો રોકવામાં તંત્ર ઉણુ ઉતર્યુ છે ત્યારે આ બાંધકામોમાંથી પૈસા બનાવવા માટે સરકારે 2022થી ઈમ્પેક્ટ ફી નિયમની અમલવારી શરૂ કરી છે. જેમાં સૌપ્રથમ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાનો નિયમ અમલમાં મુક્યો હતો. પરંતુ કોમર્શીયલ બાંધકામોમાં પાર્કિંગ મુદ્દે ઓનલાઈન અરજી કરતી વખતે અનેક સમસ્યાઓ આવતા અંતે સરકારે ઓફલાઈન અરજી સ્વીકારવાનુંચાલુ કર્યુ હતું. 2022માં શરૂ થયેલ યોજનામાં અવાર નવાર મુદત વધારો કરવામાં આવ્યો છે. સતત ચોથી વખત મુદત 16 જૂન 2024ના રોજ છ માસ માટે વધારવામાં આવેલ જે આવતી કાલે 15/12/2024ના રોજ પૂર્ણ થતી હોય સંભવત ફરી વખત મુદતમાં વધારો થાય તેમ લાગી રહ્યું છે. ઓનનલાઈન અને ઓફલાઈન સહિતની કોમર્શીયલ તેમજ રહેણાકના બાંધકામોની અંદાજે 970થી વધુ અરજીઓ આવ્યાનું જાણવા મળેલ છે. તેમજ મંજુર થયેલ અરજીનો આંકડો હાલ મળી શકેલ નથી.


ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં બાંધકામ ગેરકાયદેસર હોવાનું ખુલવા પામ્યું છે. અને સાથો સાથ આ ગેમઝોનને ઈમ્પેક્ટ ફી હેઠળ આવરી લેવાના પ્રયાસો પણ થયા હતાં. અને આવતી કાલે મુદત પૂર્ણ થાય છે ત્યારે હવે વધારાનાું બાંધકામ કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફી યોજના હેઠળ મુકાતા ડોક્યુમેન્ટમાં ફાયર એનઓસી ફરજિયાત રજૂ કરવાનો નિયમ અમલમાં મુક્યો છે. આ મુદ્દે ફાયર વિભાગમાંથી પ્રાપ્ત વિગત મુજબ અત્યાર સુધી ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફીની ફાઈલ ઓનલાઈન રજૂ કરવામા આવશે ત્યારે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા વધારાના બાંધકામ અંતર્ગત તપાસ હાથ ધરી મંજુરી અપાતી હતી. છતાં અગાઉ થઈ ગયેલી અરજીઓ અંગે તપાસ કરવામાં આવશે.

મુદત વધવાની સંભાવના
સરકારે 2022માં શરૂ કરેલ ઈમ્પેક્ટ ફિ યોજના આવતી કાલે પૂર્ણ થનાર છે. આ યોજનાની ડિમાન્ડ વધતા સરકારે સતત ચાર વખત મુદતમાં વધારો કર્યો છે. છેલ્લે તા. 16 જૂન 2024થી છ માસ માટે મુદત વધારાઈ છે. આથી હજુ પણ શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવાના બાકી હોવાનું જાણવા મળેલ છે. જેના લીધે સરકાર દ્વારા ફરી વખત મુદત વધારવામાં આવેતેવું જાણકારો કહી રહ્યા છે.

સતત ચાર દિવસ કામગીરી ઠપ રહેતા દેકારો
ઈમ્પેક્ટ ફી કાયદાનો આવતી કાલે છેલ્લો દિવસ છે. છેલ્લે છેલ્લે ગેરકાયદેસર બાંધકામોની અરજી કરવા માટે ભારે ધરારો થયો હોવાનું જાણવા મળેલ છે. પરંતુ મુખ્યમત્રીના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે વોર્ડ ઓફિસરો દ્વારા સહી કરવા સહિતની કામગીરી ન થતાં બે દિવસ લોકોને ધરમનો ધક્કો થયો હતો. જ્યારે શનિ અને રવિવારની પણ રજા હોય અરજદારો હવે નવી અરજી નહીં કરી શકે આથી અનેક ગેરયાદસેર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવાની અરજી કરવા માટે અરજદારોએ તૈયાર કરેલ જેના ઉપર પાણી ફરી વળતા દેકારોબોલી ગયો છે.

Exit mobile version