Site icon Gujarat Mirror

ચોટીલા પંથકમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું

ચોટીલા તાલુકામાં સાદી રેતી નું મોટા પ્રમાણમાં ગેર કાયદેસર ખનન પ્રવૃતિ થતી હોવાનું મંગળવારની સવારે પ્રાત અધિકારીએ ઝડપી પાડેલા ત્રણ ડંમ્પરો સાબિત કરી રહ્યા છે. જોકે અધિકારી દ્વારા સાદી રેતીના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણ વાહનો મળી 95 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા પ્રાત અધિકારી એચ. ટી. મકવાણા તથા તેમની ટીમે ચોટીલા – સાયલા, ચોટીલા રાજકોટ અને ચોટીલા જસદણ હાઇવે ઉપર હાઇવે ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતુ જે દરમ્યાન ગે. કા. ઓવર લોડીંગ સાદી રેતી ભરી પરિવહન કરતા ત્રણ ડંપર ઝડપાયા છે.

ગે. કા ખનન સાથે વહન થતું હોવાની વિગતો ખુલી હતી.તપાસ ટીમે 95.80 લાખ ના મુદ્દામાલ ને જપ્ત કરી વાહન માલીકો ચોટીલાના કાળાસર ગામના હરસુરભાઈ ગોદડભાઈ ખાચર, ખેરડી ગામના અક્ષયભાઇ રાણાભાઈ માલકિયા તેમજ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના વરૂૂ રામભાઇ સામતભાઈ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય વાહન માલીકો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઇનિંગ, ટ્રાન્સ્પોર્ટેશન અને સ્ટોરેજ રૂૂલ્સ-2017 ની નીચે આગળની વધુ કાર્યવાહી હાથ ઘરેલ છે. ચોટીલા આસપાસનાં અનેક નદી, ભોગાવો વિસ્તારને રેતી માફિયાઓ એ સાફ કરી નાખ્યા છે. કોઈ કોઈ જગ્યાએ ડેમ, ભોગાવો નજીકમાં હજુ રેતી પડેલ હોવાથી તેને ઉલેચવાનો ગોરખધંધા ચાલી રહ્યાં છે. ત્યારે આવા ખનીજ માફિયાઓ ઉપર તવાઈ લાવી ખનીજ સંપદા બચાવવાની જરૂૂરીયાત હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version