મકરસંક્રાંતિના પર્વે દ્વારકામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટયું

ગઈકાલે મકરસંક્રાન્તિના પાવન પર્વે દાન અને પૂજાનું વિશેષ મહત્ત્વ હોય યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરે લાખો ભાવિકો શ્રીજીના દર્શનાર્થે ઉમટયા હતા. વહેલી સવારથી જ દ્વારકાધીશ મંદિર…

ગઈકાલે મકરસંક્રાન્તિના પાવન પર્વે દાન અને પૂજાનું વિશેષ મહત્ત્વ હોય યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરે લાખો ભાવિકો શ્રીજીના દર્શનાર્થે ઉમટયા હતા. વહેલી સવારથી જ દ્વારકાધીશ મંદિર પરિસરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગઈકાલે એક જ દિવસમાં એક લાખ વીસ હજારથી વધુ ભાવિકોએ ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો. વારાદાર પૂજારી દ્વારા દ્વારકાધીશ રાજાધિરાજને પતંગો સાથેનો વિશેષ શૃંગાર યોજવામાં આવ્યો હતો.

દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને એક જ દિવસમાં બબ્બે મનોરથો યોજાયા સવારે કુંડલા ભોગ, સાંજે સુકા મેવા મનોરથમાં ભાવિકોની ભીડ ગુરૂૂવારના કેસરી વાધા અને શીતકાલીન શૃંગાર સાથેના દિવ્ય મનોરથ દર્શનો તથા મનોરથ આરતીનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી દેશ વિદેશના લાખો કૃષ્ણભકતોએ નિહાળી ભાવવિભોર બન્યાં હતાં.