લેન્ડગ્રેબિંગની બેઠક: ગ્રામ્યમાં ત્રણ કેસમાં ગુના દાખલ કરવા હુકમ

19 કેસમાં સમાધાન, 45 કેસ ડ્રોપ કરાયા, 4 પેન્ડિંગ જિલ્લામાં જમીન માફિયાઓ સામે કડક વલણ અપનાવવાના ભાગરૂૂપે સોમવારના રોજ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ…

19 કેસમાં સમાધાન, 45 કેસ ડ્રોપ કરાયા, 4 પેન્ડિંગ

જિલ્લામાં જમીન માફિયાઓ સામે કડક વલણ અપનાવવાના ભાગરૂૂપે સોમવારના રોજ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને ’લેન્ડ ગ્રેબિંગની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પડતર કેસોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન લેન્ડ ગ્રેબિંગ હેઠળ આવેલી કુલ 71 અરજીઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ જેટલા કેસોમાં ઋઈંછ નો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ 19 જેટલા કેસોમાં સમાધાન કરવામાં આવ્યું હતું. જયારે 45 જેટલા કેસોને ડ્રોપ કરવામાં આવ્યા છે. ચાર જેટલા કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા છે.

કલેક્ટર ડો. ઓમ પ્રકાશે બેઠકમાં ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને બાકી રહેલા 4 કેસોનો પણ સત્વરે નિકાલ કરવા અને ગ્રામ્ય વિસ્તારમાં જે 3 કેસોમાં ઋઈંછના આદેશ અપાયા છે, તેમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.