આજી ડેમ પોલીસ ચોકી પાસે 21.11 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

મ્યુનીસીપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર, આર.ડી.પરમારના નિર્દેશન હેઠળ તા.06/05/2026નાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં.15 માં આજીડેમ ચોકડી પાસે આવેલ…

મ્યુનીસીપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર, આર.ડી.પરમારના નિર્દેશન હેઠળ તા.06/05/2026નાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં.15 માં આજીડેમ ચોકડી પાસે આવેલ ટ્રાફિક પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પ્લોટમાં તથા વોર્ડ નં.18 માં સીતારામ સોસાયટીના રોડ પર થયેલ અન-અધિકૃત બાંધકામ દુર કરવા માટે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

મળતી માહિતી મુજબ વોર્ડ નં.15 માં આજીડેમ ચોકડી પાસે આવેલ ટ્રાફિક પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પ્લોટમાં થયેલ દબાણ દુર કરેલ. જેમાં 3-ઓરડી દુર કરવામાં આવેલ. 3518.67 ચો.મી. જમીન ખુલ્લી કરાવેલ જેની અંદાજીત કિંમત 21,11,20,200/- છે. તેમજ વોર્ડ નં.18 માં સીતારામ સોસાયટીના રોડ પરથયેલ દબાણ દુર કરેલ. જેમાં કુલ છ રોડમાં થાંભલાથી આડસ કરેલ તે દુર કરેલ આમ મનપા દ્વારા કુલ 3518.67 ચો.મી અનેે 21,11,20,200/-ની જમીન ખુલ્લી કરેલ.

આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા પુર્વ ઝોનના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરક્ષા વિભાગનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ. તેમ ટાઉન પ્લાનર – ઈસ્ટ ઝોનની યાદીમાં જણાવાયું છે.