Site icon Gujarat Mirror

લાલપુર પોલીસનો નાઈટ રાઉન્ડ: હિસ્ટ્રીશીટર, બૂટલેગરો અને ગુનાહિત તત્ત્વો પર તવાઈ

લાલપુર પોલીસ સ્ટેશન દ્વારા ગત રાત્રે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન કોમ્બિંગ નાઈટ રાઉન્ડ હાથ ધરવામાં આવ્યો હતો. આ રાઉન્ડ દરમિયાન, પોલીસે હિસ્ટ્રીશીટર 2, એમસીઆર 10, ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા અને પ્રોહી બુટલેગર 15 સહિતના શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરી હતી .

પોલીસે બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કરીને વાહન ચેકિંગ પણ હાથ ધર્યું હતું, જેમાં દારૂૂ પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસે દેશી દારૂૂની ભઠ્ઠીના 3 કેસ અને કબજાનો 1 કેસ કર્યો હતો. પોલીસે એમ.વી. એક્ટ 207 હેઠળ 3 વાહનો ડિટેઈન કર્યા હતા અને એમ.વી. એક્ટ એનસી હેઠળ 4 કેસ કરીને 2000 રૂૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. લાલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ રાઉન્ડનો મુખ્ય હેતુ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાનો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા આ પ્રકારની નાઈટ રાઉન્ડ નિયમિત રીતે હાથ ધરવામાં આવશે, જેથી વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે.

Exit mobile version