Site icon Gujarat Mirror

લાખાજીરાજ શાક માર્કેટની 5.63 કરોડના ખર્ચે થશે કાયાપલટ

મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવી શાક માર્કેટ બનાવવા, જ્યુબિલી શાક માર્કેટનું નવીનીકરણ કરવા તથા ધર્મેન્દ્ર રોડ પર આવેલી લાખાજીરાજ માર્કેટમાં નવી ફૂટ માર્કેટ અને હોકર્સઝોન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે મહાનગરપાલિકાએ લાખાજીરાજ માર્કેટનું નવીનીકરણની યોજના પડતી મુકીને તેનો જીર્ણોધ્ધાર કરવાનો નિર્ણય લીધો છે. આ માટે અંદાજીત રૂૂ. 5.63 કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામા આવ્યું છે તેમ બાંધકામ શાખામાંથી જાણવા મળે છે.

રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂૂ. 55.92 કરોડના ખર્ચની વીસ યોજનાઓની જાહેરાત કરી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનમાં રેલનગર વિસ્તારમાં વેસ્ટઝોનમાં લક્ષ્મીનગર વિસ્તારમાં અને ઇસ્ટઝોનમાં વોર્ડ નં.4માં સેટેલાઈટ ચોક પાસે રૂૂ. 5.63 કરોડના ખર્ચે નવી શાક માર્કેટ બનાવવા, શહેરની મધ્યમાં આવેલી જ્યુબિલી શાક માર્કેટનું નવીનીકરણ અને ધર્મેન્દ્ર રોડ પર આવેલી રાજાશાહી વખતની લાખાજીરાજ શાક માર્કેટમાં રૂૂ. 5.63 કરોડના ખર્ચે નવી ફૂટ માર્કેટ અને નવા હોકર્સઝોન બનાવવાની જાહેરાત કરી આજ રોજ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.

આ જાહેરાત મુજબ જ્યુબિલી શાક માર્કેટના નવીનીકરણ માટે રૂૂ. 22 કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ થઈ ગયું છે. પણ, સ્ટેન્ડિંગ કમિટીએ ધર્મેન્દ્ર રોડ પર આવેલી રાજાશાહી સમયની લાખાજીરાજ શાક માર્કેટમાં નવી ફૂટ માર્કેટ અને નવા હોકર્સઝોનની મુળ યોજના ભુલીને હવે આ જરીપુરાણી માર્કેટનો માત્ર જીર્ણોધ્ધાર જ કરવામાં આવશે. છેલ્લા કેટલાંક વર્ષોથી બાંધકામ શાખા લાખાજીરાજ માર્કેટ જર્જરિત અને અતિ જોખમી બની ગયાનો રિપોર્ટ આપતી આવી છે. અને આ માર્કેટ ખાલી કરાવવાનો અભિપ્રાય પણ આપતી માર્કેટના થડાધારકો, દુકાનદારો અને ગોડાઉનધારકો દ્વારા માર્કેટ ખાલી કરવામાં આવતી નહોતી. લાંબા સમયની સમજાવટ અને મહેનતબાદ આખરે મહાનગરપાલિકા તંત્રને આ માર્કેટ ખાલી કરાવવામાં સફળતા મળી છે. અને આ માર્કેટના થડાધારકોનો જ્યુબિલી શાકમાર્કેટમાં સમાવેશ કરાયો છે. ત્યારે અચાનક જ બાંધકામ શાખાએ માર્કેટની જર્જરિત અને જોખમી હાલત અને માર્કેટને તોડી પાડી તેનું નવીનીકરણ કરવાનું હતું. પણ, થડાધારકોએ નવીનીકરણને કારણે પોતાની મુળ જગ્યાનો કબજો ન મળવાની શક્યતા બતાવીને નવીનીકરણનો વિરોધ કર્યો હતો.

આણી બાંધકામ શાખાએ પોતાનો રિપોર્ટ બદલી નાખ્યો હતો. અને, આ માર્કેટનો માત્ર જીર્ણોધ્ધાર જ કરવો જરૂૂરી હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટ આધારે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવામાં આવી હતી. ક્ધસલ્ટન્ટ દ્વારા લાખાજીરાજ માર્કેટના ભાગનું સ્ટ્રકચર મજબૂત હોવાનું જણાવી ને વેપારીઓના થડાં દુકાનો અને ગોડાઉનો સહિત શાક માર્કેટના કેટલાંક જર્જરિત ભાગનો જીર્ણોધ્ધાર કરવાની જરૂૂર હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ જીર્ણોધ્ધાર માટે ક્ધસલ્ટન્ટ દ્વારા આઠ કરોડના ખર્ચનો અંદાજ મુકવામા આવ્યો છે.

આ આધારે હવે બાંધકામ શાખા દ્વારા શાક માર્કેટના જીર્ણોધ્ધાર માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ઘરી છે. ટુંક સમયમાં આ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે. શાક માર્કેટના જીર્ણોધ્ધાર માટે અંદાજીત રૂૂ. 5.63કરોડના ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. બીડ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્ગ ઓર્ડર આપી શાક માર્કેટનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

Exit mobile version