જામકંડોરણા બાવન ગામ સાથે જોડેયલો મોટો તાલુકો છે આ તાલુકામા તાલુકા કક્ષાની સરકારી હોસ્પિટલનું તંત્ર લાંબા સમયથી સદંતર કથળતું જતું હોય તેવું છાસવારે અસરગ્રસ્ત દર્દીઓમાંથી જાણવા મળી રહ્યુ છે.જામકંડોરણા તથા આજુબાજુના ગ્રમીણ વિસ્તાર માથી પ્રતિદિન પંદર થી સત્તર દર્દી હાડકાની તખલીફોથી જામકંડોરણા સરકારી હોસ્પીટલમા આવે છે. પરંતુ જામકંડોરણાની આ સરકારી હોસ્પિટલમાં એક્સરે મશીનના ટેકનીસીયન જગ્યા છેલ્લા એક વર્ષથી થી ભરવામા આવી નથીહવે જીલ્લા કક્ષા એ એવો કોણ બેઠુ હશે કે જામકંડોરણા ની નિર્દોષ પ્રજાના હાથ પગ તુટે કે ભાંગે તેમા હરખઘેલા થતા હશે એ તો મારો રામ જાણે…પરંતુ જામકંડોરણા ની નબળી રાજકીય રમતોનો ભોગ જામકંડોરણા ની પ્રજા ભોગવી રહી છે તેનો વરવો નમુનો આ સરકારી હોસ્પટલમા જોવા મળી રહ્યો છે એટલુ જ નહિ અત્યંત આવશ્યક જણાતી તબીબી સુવિધાઓનો અભાવ સૌ કોઈને ઉડીને આંખે વળગી રહ્યો છે.
જામકંડોરણા શહેર અને સમગ્ર પંથકના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે આર્શિવાદ સમાન સરકારી હોસ્પિટલ દર્દીઓને પ્રમાણમાં સારી તબીબી સેવા આપવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે. આ તાલુકા લેવલની અત્યંત મહત્વની ગણાતી સરકારી હોસ્પિટલમાં સ્ટાફની અછત જેવો માહોલ હોય અને દર્દીઓને મળવાપાત્ર તબીબી સુવિધાઓ મળતી ન હોવાની વખતોવખત રાવ ઉઠવા પામે છે તેમજ અમુક ઈમરજન્સી સારવાર હોય તો પણ જામકંડોરણા થી જુનાગઢ રીફર કરવામાં આવતી હોવાની પણ લોકોમાં ફરિયાદો ઉઠવા પામી છે.
જામકંડોરણા ખાતે સમગ્ર તાલુકાના ગામોને આવરી લેતી અને જામકંડોરણા જુનાગઢ જામનગર હાઇવે રોડ ઉપર આવેલ હોવાથી છાસવારે સર્જાતા વાહન અકસ્માતના ઘવાયેલાઓ માટે આ હોસ્પિટલ સૌથી વધુ નજદીક પડે છે. મહીનાના પાંચ હજારથી વધુ દર્દી આવે છે. આ સરકારી દવાખાનાની સ્થિતિ ખરાબ થઈ હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થવા પામ્યા છે ત્યારે આ બાબતે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓએ નોંધ લઈ સરપ્રાઈઝ મુલાકાત લઈ દર્દીઓ અને તેમના સ્વજનોની મુલાકાત લઈ જામકંડોરણા ની પ્રજાથી જો કંઈ ભુલ થઈ તો માફ કરીને તાત્તકાલીક આ દવાખાનામા કાયમી એકસરે મશીન ના ટેકશીયન ની ભરતી કરવા અપીલ કરી રહ્યા છે. સ્ટાફ ના અભાવ ની બેદરકારીની હકીકતની નોંધ લેવી જોઈએ અને યોગ્ય સુવિધા મળે તેવી કાર્યવાહી કરવી જોઈએ તેવી અતુલ લશ્કરી માંગ કરી છે.

