રૂ.70 લાખના દારૂ પ્રકરણમાં કુવાડવા પોલીસ સ્ટેશનના PI વસાવા સસ્પેન્ડ, ખળભળાટ

રાજકોટ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાવી દે તેવી અત્યાર સુધીની સૌથી મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી હતું. એસએમસીની ટીમે…

રાજકોટ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાવી દે તેવી અત્યાર સુધીની સૌથી મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી હતું. એસએમસીની ટીમે ચોક્કસ બાતમીના આધારે કુવાડવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર અચાનક દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન ટીમે લાખો રૂૂપિયાની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસના સત્તાવાર આંકડા મુજબ, આ દરોડામાં કુલ રૂૂ. 70.38 લાખની કિંમતની વિદેશી દારૂૂની હજારો બોટલો મળી આવી હતી. દારૂૂના જથ્થા ઉપરાંત કટિંગ માટે ઉપયોગમાં લેવાતા વાહનો અને અન્ય સામગ્રી મળીને કુલ રૂૂ. 1 કરોડનો મુદ્દામાલ ઘટનાસ્થળેથી જપ્ત કરવામાં આવ્યો હતો.

આટલા મોટા પાયે વિદેશી દારૂૂનું કટિંગ અને સંગ્રહ સ્થાનિક પોલીસની નાક નીચે થતું હોવા છતાં કુવાડવા પોલીસ કેમ અંધારામાં રહી તે બાબતે અનેક સવાલો ઊભા થયા છે. ગાંધીનગરની એસએમસી ટીમે આવીને આ આખું નેટવર્ક પકડી પાડતા સ્થાનિક સ્ટાફની મિલિભગત અથવા તો સદંતર નિષ્ક્રિયતા અને બેદરકારી છતી થઈ છે. પોલીસ કમિશનરે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ અને બુટલેગરો પ્રત્યે રહેમનજર રાખવાની આશંકા વચ્ચે કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.આર. વસાવાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આકરો હુકમ કર્યો છે. આ કડક પગલાં બાદ સ્થાનિક સ્ટાફમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી વિગતો અનુસાર, દરોડા દરમિયાન સ્થળ પરથી પરેશ કુરજી પટેલ (રહે. સંતોષ નગર, નાના મવા સર્કલ પાસે, રાજકોટ) નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની કડક પૂછતાછ દરમિયાન આ સમગ્ર કાળા કારોબારના મુખ્ય સૂત્રધારોના નામ બહાર આવ્યા હતા.જેમાં જંગલેશ્વર વિસ્તારના કુખ્યાત બુટલેગર ફિરોજ હાસમ સંધી અને સુલતાન હાસમ સંધીના નામો ખુલ્યા છે. ફિરોજ સંધી લાંબા સમયથી અન્ય રાજ્યોમાંથી દારૂૂની મોટી ખેપ મંગાવીને રાજકોટમાં ઘુસાડવાનું મોટું નેટવર્ક ચલાવી રહ્યો હતો. પકડાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે અગાઉ પણ બે વખત આ જ વિસ્તારમાં દારૂૂનું સફળતાપૂર્વક કટિંગ કરવામાં આવ્યું હતું.

આ મોટા દારૂૂ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને મુખ્ય સૂત્રધાર ફિરોજ સંધી સહિતના નાસતા ફરતા સાગરીતોને પકડી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.