ગુજરાત

હિરાસર એરપોર્ટને કેશુભાઇ પટેલ નામ આપવા કુર્મી સેનાનો ઠરાવ

Published

on

રાજકોટમાં સ્વ.કેશુભાઇ પટેલની સ્મરણાંજલિ સભા યોજાઇ, ભાજપ-કોંગ્રેસ- આપના નેતાઓની હાજરી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિએ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા સ્મરણાંજલિ સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સ્વ.કેશુભાઇ પટેલનું નામ રાજકોટના નવા એરપોર્ટ સાથે જોડવા ઠરાવ કરાયો હતો. હવે આ અંગે સરકારમાં રજુઆત કરવામાં આવશે.


પાટીદાર સહિત અન્ય સમાજના આગેવાનો હાજર રહ્યાં આ કાર્યક્રમમાં પાટીદાર ઉપરાંત અન્ય સમાજ અને રાજકીય પાર્ટી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પક્ષના આગેવાનોને બોલાવી નહમ સબ એક હેથનો સંદેશો આપવામા આવ્યો હતો. આ તકે કેશુભાઈની વિશાળ પ્રતિકૃતિ સાથે સરદાર પટેલ અને છત્રપતિ શિવાજી મહારાજના કટઆઉટ જોવા મળ્યાં હતાં. કાર્યક્રમમાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, મેયર નયનાબેન પેઢડીયા, વલ્લભ કથીરીયા ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા ઉપરાંત આમ આદમી પાર્ટીના આગેવાન શિવલાલ બારસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.અશ્વિન પટેલે કેશુભાઈ પટેલના મોટાભાઈ ધરમશીભાઈના પુત્ર અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, અહીં કેશુ બાપાને શ્રદ્ધાંજલિ માટે આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેને હું બિરદાવું છું. સાચે જ અહીં રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, અલગ-અલગ સંસ્થાઓના હોદ્દેદારો અને સર્વ જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહ્યા છે, તેમનો હું આભાર માનું છું.


અમે તો કૂર્મી સેનાના કાર્યક્રમમાં આવ્યા છીએથ વધુમાં કહ્યું કે, અમારી એવી લાગણી છે કે હિરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કેશુ બાપાનું નામ આપવામાં આવે. આ બાબતે કૂર્મી સેનાએ પણ એક ઠરાવ કર્યો છે. જોકે, અત્યાર સુધી લેઉવા પાટીદાર સમાજની ખોડલધામ કે કડવા પાટીદાર સમાજના ઉમિયાધામ દ્વારા આ પ્રકારની માંગણી કરવામાં આવી નથી, તે બાબતે પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, અમે તો કૂર્મી સેનાના કાર્યક્રમમાં આવ્યા છીએ.


જ્યારે કૂર્મિ સેનાના સભ્ય જીજ્ઞેશ કાલાવડીયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના સમગ્ર દેશમાં પાટીદારોનું નવરચિત સંગઠન છે. જેનો આજે સર્વ પ્રથમ કાર્યક્રમ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવ્યો છે. જેમાં કેશુ બાપા સાથે કામ કરી ચૂકેલા રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે.


આ કાર્યક્રમમાં કેશુભાઈ પટેલના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન થયું હતું. સાથે જ 30 મિનિટની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કેશુભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવે તે પ્રકારનો ઠરાવ ઉપરાંત લેખિત રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ આગામી સમયમાં કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version