Site icon Gujarat Mirror

કુમાર સાનુનો સમગ્ર પરિવાર લફરાબાજ, ભૂતપૂર્વ પત્નીના સનસનાટીભર્યા આરોપ

જેઠની દીકરીના પાંચ સંતાનોમાં દરેકના પિતા અલગ, સસરાએ વૃધ્ધાસ્થામાં ફરી લગ્ન કર્યા

સુપ્રસિદ્ધ સિંગર કુમાર સાનુની પહેલી પત્ની રીટા ભટ્ટાચાર્યએ એક ઇન્ટરવ્યુમાં તેમના પરિવાર વિશે ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે પરિવારમાં અનેક લગ્ન કરવાની પરંપરા કેવી છે તેનું વર્ણન કર્યું અને ચોંકાવનરા રહસ્યોનો પર્દાફાશ કર્યો હતો. ભારતના પ્રખ્યાત સિંગર કુમાર સાનુની પહેલી પત્ની રીટા ભટ્ટાચાર્યએ હાલમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણીએ તેની બહેન, ભાઈ, પિતા અને ભત્રીજી વિશેની કહાની શેર કરી છે. તેથી કુમાર સાનુ અને તેના પરિવારના પાત્ર પર સીધા જ સવાલ ઉઠાવ્યા છે. રીટાએ માત્ર કુમાર સાનુના અંગત જીવન વિશે જ નહીં પરંતુ તેમના સમગ્ર પરિવારના અંગત જીવન વિશે પણ સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે.

રીટા ભટ્ટાચાર્ય જણાવ્યું હતું કે, કુમાર સાનુના પરિવારનો લગ્ન અને સંબંધો પ્રત્યે ખૂબ જ વિચિત્ર વલણ છે. સાનુને પાંચ ભાઈ-બહેન છે અને તે બધાના સંબંધોમાં અશાંતિ રહી છે. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે સાનુના પિતાએ પણ વૃદ્ધાવસ્થામાં ફરીથી લગ્ન કર્યા હતા.

સાનુનો પરિવાર છૂટાછેડાની પ્રક્રિયાને ગંભીરતાથી લેતો નથી. હું આ પરિવારમાં પહેલી અને એકમાત્ર છું જેણે કાયદેસર છૂટાછેડા લીધા છે. બાકીના બધા તેમના સંબંધોનો અંત લાવે છે પરંતુ તેમને કાયદેસર બનાવતા નથી. તેઓ ફક્ત સાથે રહેવાનું બંધ કરે છે અને નવું જીવન શરૂૂ કરે છે.

રીટાએ દાવો કર્યો હતો કે સાનુની એક બહેન જે લગભગ 45 વર્ષની છે અને ત્રણ બાળકો છે તેના બાળકોને છોડીને તેના બોયફ્રેન્ડ સાથે રીટાના ઘરે રહેવા ગઈ છે. બીજી ભાભીના દુ:ખદ મૃત્યુનો ઉલ્લેખ કરતા રીટાએ કહ્યું કે સાનુના ભાઈ ચંદને પણ તેની પત્નીને છોડી દીધી અને ફરીથી લગ્ન કર્યા હતા પરંતુ તેને ક્યારેય છૂટાછેડા આપ્યા નહીં.

રીટાએ તેના જેઠની દિકરીને લઈ મોટા આરોપો લગાવ્યા હતા કે, થોડા સમય પહેલા જેઠની દિકરીને મળી તે પાંચ બાળકોની માતા છે દરેકના પિતા અલગ છે. તે એકવાર મુંબઈ આવી હતી અને સાનુના ડ્રાઇવર સાથે ભાગી ગઈ હતી. તે પછી તેણીએ બીજા બાળકને જન્મ આપ્યો અને પછી કોલકાતા ગઈ. વે તેની મોટી પુત્રી 25 વર્ષની છે અને સૌથી નાની માત્ર 5 વર્ષની છે. તેની નાની બહેન પણ આવી જ સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં તેના ત્રણ બાળકો છે,બધાના પિતા અલગ છે.

તેણીએ એવો પણ આરોપ લગાવ્યો કે તેની નણંદ અને કુમાર સાનુ વચ્ચેનો સંબંધ ખૂબ જ ગાઢ હતો. તેઓ સૂતા, ખાતા અને હંમેશા સાથે રહેતા, મજા કરતા. રીટા કહે છે કે જ્યારે તેણીએ સાનુને આ બધા વિશે ફરિયાદ કરી ત્યારે તેણીને કોઈ જવાબ મળ્યો નહીં.

Exit mobile version