Site icon Gujarat Mirror

કૃતિકા કામરા અને ગૌરવ કપૂરે ઘરની અગાસી પર કર્યા લગ્ન

મનોરંજન જગતના કલાકારોમાં પણ લગ્નની સીઝન ચાલી રહી છે. એક પછી એક કલાકારો લગ્ન કરી સેટલ થવા લાગ્યા છે. રશ્મિકા મંદાના, અર્જુન તેંડુલકર સહિતની જાણીતી હસ્તીઓના લગ્નના તાજેતરમાં જ થયા છે. આ લિસ્ટમાં હવે કૃતિકા કામરા અને ગૌરવ કપૂરનું નામ પણ જોડાઈ ગયું છે. કૃતિકા કામરા અને ગૌરવ કપૂરે કોઈપણ જાતના તામજામ વિના ઘરની અગાસી પર પરિવાર અને મિત્રોની હાજરીમાં સાદગીથી લગ્ન કર્યા છે.

ટીવી જગતની જાણીતી અભિનેત્રી કૃતિકા કામરા અને ગૌરવ કપૂરે મુંબઈના તેમના ઘરની અગાસી પર સનડાઉનર થીમ પર મોડર્ન અને ઈંટિમેટ વેડિંગ કરવાનું પસંદ કર્યું. રજીસ્ટર્ડ મેરેજ પછી સોશિયલ મીડિયા પર કપલના ફોટો વાયરલ થવા લાગ્યા હતા. તેમના લગ્નમાં ટીવી ઈંડસ્ટ્રી અને ક્રિકેટ જગતના ખેલાડીઓ સામેલ થયા હતા. લગ્નમાં ઝહીર ખાન, યુવરાજ સિંહ, સહેવાગ, નેહા ધુપિયા, અંગદ બેદી, પૂજા ગૌર, સોહા અલી ખાન, મલાઈકા અરોરા સહિતના લોકો સામેલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે ગૌરવ ખન્ના અને કૃતિકા કામરાએ તેમના સંબંધોને 2025 માં ઓફિશિયલ કર્યા હતા ત્યારબાદ 11 માર્ચ 2026 ના રોજ તેમણે લગ્ન કર્યા છે. ગૌરવ કપૂર જાણીતા ક્રિકેટ હોસ્ટ, ટીવી પ્રેઝેંટર અને એક્ટર છે. તેનો યૂટ્યુબ શો બ્રેકફાસ્ટ વિથ ચેંપિયન્સ લોકપ્રિય છે. કૃતિકા કામરા પહેલા ગૌરવ કપૂરના લગ્ન અભિનેત્રી અને મોડલ કિરત ભટ્ટલ સાથે 2016 માં થયા હતા. ત્યારબાદ 2021 માં બંનેના ડિવોર્સ થયા.

Exit mobile version