કોડીનાર: જમદગ્નિ આશ્રમના બગીચામાં PGVCLનો વાયર તૂટતા ભીષણ આગ; રૂપિયા 17 લાખનું નુકસાન

કોડીનાર તાલુકાના ઘાટવડ અને જામવાળા નજીક આવેલ સુપ્રસિદ્ધ જમદગની આશ્રમના આંબાના બગીચા ઉપર પીજીવીસીએલના ઇલેવન કેવીનો જીવતો વાયર પડવાથી આશ્રમના 400થી વધુ આંબાના ઝાડ તથા…

કોડીનાર તાલુકાના ઘાટવડ અને જામવાળા નજીક આવેલ સુપ્રસિદ્ધ જમદગની આશ્રમના આંબાના બગીચા ઉપર પીજીવીસીએલના ઇલેવન કેવીનો જીવતો વાયર પડવાથી આશ્રમના 400થી વધુ આંબાના ઝાડ તથા બગીચામાં પાથરેલ ટપક પદ્ધતિના પાઇપો આગથી બળી જતા રૂૂપિયા 17 લાખનું નુકસાન થવા અંગે આશ્રમના મહંત હરિદાસ બાપુ એ કોડીનાર પીજીવીસીએલના નાયબઈજનેર સમક્ષ ફરિયાદ કરી છે.

આશ્રમના મહંત હરિદાસ બાપુ એ ફરિયાદમાં જણાવ્યું છે કે આજે બપોરના 12:30 કલાકે તેમના આંબાના બગીચા ઉપરથી પસાર થતાં પીજીવીસીએલના જર્જરિત અવસ્થાના વાયરો તૂટી પડવાથી બગીચાના સૂકા ઘાસમાં આગ લાગી હતી પરિણામે આંબાના 400 જેટલા ઝાડ તથા બગીચામાં પાથરેલ ટપક પદ્ધતિના પાઇપો સળગીને ખાખ થઈ ગયા હતા જેથી રૂૂપિયા 17 લાખનું નુકસાન થયું હતું આ અગાઉ પણ આ જર્જરીત વાયરો પડવાથી જમીનમાં વાવેલ ગાયોના ઘાસચારા માટેની જુવાર સળગીને ખાખ થઈ જતા ત્રણ લાખ રૂૂપિયાનું નુકસાન થયાનું જણાવ્યું હતું પીજીવીસીએલના સડી ગયેલા અને જર્જરી દ્વારા વારંવાર પડવાથી આ નુકસાન થતું હોય પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક નવા ઇલેક્ટ્રીક વાયરો નાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે થોડા સમય પહેલા ઇલેવન કેવી નો જીવતો વીજ વાયર પડવાથી બે આશાસ્પદ યુવાનોના મૃત્યુ થયા હતા હજુ પણ આ વિસ્તારમાં સડેલા વાયરો વારંવાર તૂટી પડે છે ત્યારે બનાવવાની ગંભીરતા સમજીને પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક સડેલા વાયરો બદલાવાની જરૂૂરિયાત છે