ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

રાજ્યમાં ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાત ગુજરાત કિશન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીને સવિસ્તૃત લેખીત રજૂઆત કરવામાં આવી છે. આ…

રાજ્યમાં ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાત ગુજરાત કિશન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીને સવિસ્તૃત લેખીત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં જ્યારે ખેડૂતોનો ખરીફ પાક તૈયાર છે ખેડૂતો આ તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લણણી કરવાનો જ સમય છે, ત્યારે જ કુદરત રૂૂઠી છે. અને ખેડૂતોના ખેતરમાં કાપેલા પાક પર માવઠારૂૂપી પાણી ફરી વળ્યું છે. ત્યારે ખેડૂતોના પાક તણાઇ ગયા છે પલળી ગયા છે ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા સ્પેશિયલ પેકેજ આપવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ કરવામાં આવી છે.

આમ જુઓ તો આખા વર્ષનો વરસાદ આ ત્રણ તાલુકામાં એકીસાથે 48 કલાકમાં પડી ગયો હોવાનું જણાવી, સરકાર દ્વારા દિવાળીના દિવસે રાહત પેકેજની જાહેરાત કરી તે ખેડૂતોની મજાક સમાન જાહેરાત ગણાવી, જ્યાં ખેડૂતોના ખેતરમાં હજુ પાણી હોય ત્યાં પાક ખેડૂતો કેવીરીતે લઈ શકે ? તેવા વેધક સવાલો કરવામાં આવ્યા છે.

હાલ પડેલો વરસાદ અગાઉથી ત્રણ ગણો છે, હજુ ખેડૂતોના ખેતરમાં પાણી ભર્યા છે, તો હાલ ખેડૂતોને પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા રૂૂ. એક લાખ આપવા જોઈએ અને પાક નુકસાની સામે જાહેર કરવામાં આવેલું રાહત પેકેજ પણ ખેડૂતોની મજાક સમાન હોવાનો આક્ષેપ પણ કરાયો છે. સરકાર જો માત્ર જાહેરાત જ કરવામાં ન માનતી હોય, સરકાર જો માત્ર દેખાડા કે નાટક જ કરવા માંગતી ન હોય તો સરકાર એમના માનીતા પાંચ પચીસ ઉદ્યોગકારોને જેમ ઉદાર હાથે મદદ કરે છે તેમ એક વખત તો ખેડૂત પ્રત્યે સરકાર ખરેખર સંવેદનશીલ હોય તો સરકારે 2025 અતિવૃષ્ટિ માટે કરેલ રાહત પેકેજને સ્પેશિયલ પેકેજમાં ફેરવવું જોઈએ. અને ખેડૂતોને જમીન ધોવાણ માટે હેકટર દીઠ રૂૂ. એક લાખ અને અતિવૃષ્ટિ સાથે કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સામે ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવાની જાહેરાત કરવી જોઈએ તેવી માંગ કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.