Site icon Gujarat Mirror

ખાલિસ્તાની ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના માતા-પિતાની ખંડણી કેસમાં ધરપકડ

પંજાબના મુક્તસર જિલ્લામાં 2024ના ખંડણી કેસમાં વિદેશી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના માતા-પિતાની ધરપકડ કરવામાં આવી છે, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

મુક્તસરના એસએસપી અભિમન્યુ રાણાએ જણાવ્યું હતું કે બ્રારના પિતા શમશેર સિંહ અને તેમની માતા પ્રીતપાલ કૌરની ધરપકડ કરવામાં આવી છે. SSPએ જણાવ્યું કે, મુક્તસરના આદેશ નગરમાં તેમનું ઘર છે.
ભારત સરકારે જૂન 2022 માં તેમની વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી હતી, જેનો અર્થ એ થયો કે ઇન્ટરપોલના સભ્ય હોય તેવા કોઈપણ દેશમાંથી તેમની ધરપકડ કરી શકાય છે અને પ્રત્યાર્પણ કરી શકાય છે. બ્રાર પર ગેરકાયદેસર હથિયારો મેળવવા અને સપ્લાય કરવા માટે અન્ય લોકો સાથે કાવતરું ઘડવાનો અને હત્યા અને હત્યાના પ્રયાસ માટે તે હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ છે.

ભારતના ગૃહ મંત્રાલયે સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળના કથિત માસ્ટરમાઇન્ડ બ્રારને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો . ગૃહ મંત્રાલયે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથેના તેના જોડાણ, હત્યાઓમાં સંડોવણી, સરહદ પારની પ્રવૃત્તિઓ, હથિયારોની દાણચોરી અને ધમકીભર્યા કોલનો ઉલ્લેખ કર્યો.આ પગલું બ્રારના રાષ્ટ્રીય સુરક્ષા માટે કથિત ખતરા પર ભાર મૂકે છે.

BOLO દ્વારા બ્રારને ટોચના 25 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓમાં સામેલ કરવામાં આવ્યા છે, જેણે બ્રારની ધરપકડ તરફ દોરી જતી માહિતી માટે 50,000 ડોલરનુંં ઇનામ ઓફર કર્યું છે.

Exit mobile version